Western Times News

Gujarati News

સ્માર્ટફોનના 1 કલાક ઓછા વપરાશથી ચિંતા ઘટશે, માનસીક સ્વાસ્થ્ય સારૂં રહેશે

સ્માર્ટફોનના વપરાશથી મેદસ્વીતા, ગરદનમાં દુખાવો જેવી નકારાત્મક અસરો

એજન્સી, વિશ્વભરમાં લોકો smartphone પાછળ સરેરાશ ૩ કલાક વિતાવે છે. સ્માર્ટફોનનો વધુ વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અભ્યાસમાં ખુલાસો થયો છે. કે રોજ એક કલાક સ્માર્ટફોનનો ઓછો વપરાશ કરવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર જાેવા મળતા શારીરિક એન માનસીક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ જીવનમાં પણ સંતોષ પ્રાપ્ત થવા લાગશે. મન તણાવમુકત રહેશે. વાસ્તવમાં જર્મનીના વિજ્ઞાનીઓને ૬૦૦થી વધુ લોકો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો.

રૂહર યુનિર્વસિટી બોયુમના ડો.જુલીયા બ્રાઈલોવ્યકાયા અને તેમની ટીમએ આ દરમ્યાન ગત અભ્યાસનાં તારણોને પણ સામેલ કર્યા હતા.પહેલાં થયેલા અભ્યાસમાં સ્માર્ટફોનથી મેદસ્વીતા, ગરદનનો દુખાવો અને અન્ય નકારાત્મક રોજ સ્માર્ટફોનના એક કલાક ઓછા વપરાશથી િંચતા ઘટશે, માનસીક સ્વાસ્થ્ય બહેતર રહેશે, સંતોષ મળશે અસરો જાેવા મળી હતી.

આ અભ્યાસથી એ જાણવા મળ્યું કે, સ્માર્ટફોનના વધારે વપરાશથી માનસીક સ્વાસ્થ્ય પર પણ સીધી જ અસર થાય છે. અભ્યાસમાં સામેલ ૬૧૯ લોકોમાંથી ર૦૦ લોકોએ એક સપ્તાહ સુધી સ્માર્ટફોનનો વપરાશ નહોતો કર્યો. રર૬ લોકોએ સ્માર્ટફોનનો વપરાશ ૧ કલાક સુઘી ઘટાડયો હતો. ૧૯૩ લોકોએ વ્યવહાર યથાવત રાખ્યો હતો.

તેના નિષ્કર્ષમાં ખુલાસો થયો કે જે યુઝર્સે સ્માર્ટફોનનો ઉપયોગ ટાળ્યો અથવા ઓછો કર્યો તેના સ્વાસ્થ્ય અને આદતો પર સકારાત્મક અસરો જાેવા મળી હતી.રીસર્ચમાં સામેલ લોકોને ૧ મહીનાથી ૪ મહીનાના સમયના અંતરે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જીવનશૈલીમાં આવનારા બદલાવોથી સવાલો જાેડાયેલા હતા. ફોનના આદતો લોકોમાં નકારાત્મકતા જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.