સ્માર્ટફોન પર દિવસભર કેટલો સમય વેડફ્યો તેની માહિતી એપ્લીકેશન આપશે
નવીદિલ્હી: જે યુઝર્સ સ્માર્ટફોન પર ખૂબ જ વધારે સમય વિતાવે છે, તેમના માટે હવે એક એવી એપ આવી ગઈ છે, જે તેમને બતાવશે કે, તેમણે દિવસભરમાં પોતાના સ્માર્ટફોનને કેટલો સમય આપ્યો છે. સાથે જ તમારી ટાઈપિંગને પણ વધારે મજેદાર અને સરળ બનાવવા માટે કેટલીક નવી એપ્સ પણ બજારમાં આવી છે. તો ચાલો અમે તમને આવી જ ૪ એપ વિશે જણાવીશું.
લોકો ઈચ્છે છે કે, સ્માર્ટફોનથી દૂર રહીએ, પરંતુ સ્માર્ટફોન હાથમાંથી છૂટતો જ નથી. એક્ટિવિટી બબલ્સનું માનવુ છે કે, જ્યાં સુધી એ નહી જાણો કે, કેટલો સમય આપણે સ્માર્ટફોન પર વિતાવ્યો છે, ત્યાં સુધી આ લત છુટશે નહી. આ એક લાઈવ વોલપેપર એપ છે, જે તમારા ફોન પર વિતાવેલા સમયને બબલ્સના રૂપમાં દેખાડે છે. જેમ-જેમ દિવસ વિતતો જાય છે બબલ્સ અને તેના આકાર વધતા જાય છે. તમારું લક્ષ્?ય આ બબલ્સને નાનુ અને ઓછુ કરવાનું હોય છે.
આ એક સરળ નોટ-ટેકિંગ એપ છે. ફોર્મેટિંગ ઓપ્શન જેમ કે, બુલેટ પોઈન્ટ્સ વગેરેથી મુક્તિ અપાવે છે. આ એપનું ેંંઈ સાફ હોય છે અને ગુંચવાતુ નથી. નોટ્સ પર હૈશટેગ લગાવીને તેને ફોલ્ડર્સમાં ઓર્ગનાઈજ કરવામાં આવે છે. દરેક ફોલ્ડરને અલગ રંગ આપવામાં આવ્યો છે, જેમાં તેને ઓળખવું ખૂબ જ સરળ હોય છે. જેમાં સર્ચનો ઉપયોગ પણ કઠણ હોય છે. તમે એક કીવર્ડને સર્ચ કરો, આ એપ દરેક તે ટેક્સ્ટને સામે લાવી દેશે જેના નામમાં અને જેના કન્ટેન્ટમાં તે શબ્દ લખ્યો હોય છે. આ એપમાં ડિલીટ કરવું પણ ખૂબ જ સરળ છે, લેફ્ટ સ્વાઈપ કરો અને કામ થઈ જશે.
જો તમે તમારા ફોન પર અલગ-અલગ ઓડિયો પ્રોફાઈલ પર સ્વિચ કરો છો તો, આ એપ તમારા માટે ખૂબ જ કામની છે. આ એપમાં ટૂલ્સની એક શ્રૃંખલા આપવામાં આવી હોય છે, જે વોલ્યૂમ લેવલને ઓટોમેટિકલી એડજસ્ટ કરી લે છે, તે પણ કોઈપણ પ્રકારની માનવીય સહાયતા વગર. આ એપનું ઘણુ રૂટીન્સ પણ છે, જેમાં તમે પોગ્રામ કરી શકો છો. જેવી રીતે તમે ઈચ્છો છો કે, કેટલીક તારીખ પર રાત્રે ૧૧ વાગ્યે ફોન સાઈલેન્ટ મોડ પર જતો રહે તો આ એપ તમારી મદદ કરશે. સારું એ છે કે, તેમાં ઘણા રૂટીન એકસાથે સેટ કરી શકાય છે. તેનો ેંં સમજવો ખૂબ જ મુશ્કેલ છે.
આ નવી કીબોર્ડ એપને જોઈને લાગે છે કે, કોઈ પારંપલિક બોર્ડને હલાવ્યુ છે. કારણ કે, કીઝ હેક્સનાગોન છે. મેકર્સનો દાવો છે કે, ૮૦ ટકા ટાઈપિંગની ભૂલને આ એપ ખતમ કરી નાખે છે કે તેની કીઝ મોટી છે. આ એપમા તમે કોઈ ‘બેકસ્પેસ કી’ નહી મળે. કીબોર્ડ યૂઆઈને ધીમેથી લેફ્ટ સાઈટ સ્લાઈડ કરશો કો, ટેક્સ્ટ પોતાની રીતે ગાયબ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આટલા ફેરફારની આદત રાખવાથી તમને થોડો સમય લાગશે, પરંતુ તેના ફાયદાઓ વધારે છે.