Western Times News

Gujarati News

સ્માર્ટ સીટીની વાતો વચ્ચે છ માસથી ઘુમાના રોડ પર અંધારપટ

ઘુમા નગરપાલિકા પાસે બજેટ પણ ન હોવાને કારણે અમદાવાદ જનમાર્ગ લીમીટેડને અનેક પત્રો લખી બગડેલી લાઈટો રીપેર કરી ચાલુ કરવા જણાવાયું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવા રાજ્ય સરકાર ગમે એટલા પ્રયાસ કરે, પરંતુ વાસ્તવિક્તા કંઈક જુદી જ છે. શહેરના પશ્ચિમ વિભાગમાં આજે એવા વિસ્તાર છે કે જ્યાં છ-છ માસથી લાઈટો હોવા છતાં તે વિસ્તારના રહીશો અંધારામાં શ્વાસ લઈ રહ્યા છે. છ મહિનાથી લાઈટો બગડી ગઈ હોવા છતાં રીપેર હજુ થઈ શકી નથી.

બોપલ તથા ઘુમા વચ્ચે સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે. તથા દિવસે દિવસે ટ્રાફિક વધતો જાય છે. રાતના અંધકારમાં વાહન ચાલકો માટે અંધારપટને કારણે વાહનો ચલાવવું પણ મુશ્કેલ બને છે. બીઆરટીએસ કોરીડોરથી શરૂ કરી છેક ભવ્યા પાર્કથી ઘુમા સુધીના રસ્તા ઉપરની લાઈટો છેલ્લા છ માસથી બંધ છે. ૧૦૦થી વધુ ફરીયાદો તથા અનેક રજુઆતો કરવા છતાં હજુ સુધી અંધકાર દુર થયો નથી.

આ ઉપરાંત શાકની દુકાનો તથા ફળની દુકાનો આવતી હોવાને કારણે શાક કે ફળ ખરીદવા માટે લોકો તેમના વાહનો આડેધડ પાર્ક કરતા હોય છે. જેને કારણે અકસમાતનો ભય સતત સતાવતો રહશે. તેથી લાઈટો હોવા છતાં બગડેલ હોવાથી ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ થતાં હોય છે. પરંતુ સત્તાવાળાઓના બહેરા કાને ફરીયાદ અથડાતી નથી.

ઉપવન લીલાના રહીશોની રજુઆત છે કે એક તરફ ફેરીયાઓ રસતા પર દબાણ કરી રહ્યા છે તથા બીજી તરફ આડેધડ પાર્ક થતાં વાહનો, ઘુમાના રહેવાસી નૃપુર નાયરનું કહેવું છે કે અંધારપટને કારણે આજુબાજુની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટમાં સતત ચોરીનો ભય સતાવતો રહે છે.
સન ઓપ્ટીમા સોસાયટીના એક રહીશનું કહેવું છે કે નવા પ્રોજેક્ટો શરૂ કરવા પાછળ જેટલું ધ્યાન આપવામાં આવે છે એટલું જ ધ્યાન મેઈન્ટેનન્સ પાછળ આપવામાં આવે તો રહીશોએ અંધારપટનો અનુભવ કરવો ન પડે.

બોપલ-ઘુમાનગરપાલીકાનું કહેવું છે કે તેમને આ અંગે ફરીયાદો પણ મળી છે અને તે માટે બોપલ-ઘુમા નગરપાલિકા પાસે બજેટ પણ ન હોવાને કારણે અમદાવાદ જનમાર્ગ લીમીટેડને અનેક પત્રો લખી બગડેલી લાઈટો રીપેર કરી ચાલુ કરવા જણાવ્યુ છે. પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. લગભગ ૧૦૦થી વધુ સ્ટ્રીટ લાઈટો એક જ લાઈનમાં છે અને બગડેલ હોવાને કારણે સમગ્ર વિસ્તાર અંધારામાં છે. નગરપાલિકાના પ્રમુખનું કેહેવું છે કે બગડેલી લાઈટો ચાલુ ન થતાં રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશ્નલ ચીફ એન્જીનિયરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ફરીયાદો તેમને પણ મળી છે. જ્યારે લાઈટો નાંખવામાં આવી ત્યારે પંચાયતે મેઈન્ટેનન્સની જવાબદારી સંભાળશ. પરંતુ છ માસથી હજુ લાઈટો શરૂ ન થતાં લોકોને ભારે હાડમારી પડી રહીછ ે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ સમસ્યાનો અંત લાવવા, પ્રયાસ શરૂ કરાશે. અને એક ટીમ બનાવવામાં આવશે જે  પરિસ્થિતી તાગ મેળવી, સમસ્યાનો ઉકેલ જેમ બને એમ જલ્દી લાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.