Western Times News

Gujarati News

સ્માર્ટ સીટી અમદાવાદમાં ર૧૬૬૦ કુપોષિત બાળકો

પ્રતિકાત્મક તસવીર

એક વર્ષમાં જ કુપોષિત બાળકોની સંખ્યા બમણી અને ખર્ચ અડધો થયો-ગુજરાત મોડેલમાં કુપોષિત બાળક માટે દૈનિક રૂ.પ.૧૦નો ખર્ચ!

દેવેન્દ્રશાહ દ્વારા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, દેશના ગ્રોથ એન્જીન માનવામાં આવતા ગુજરાત રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સંવેદનશીલ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ કુપોષિત બાળકો પ્રત્યે અસંવેદનશીલ હોય એમ માનવામાં આવી રહ્યુ છે. જેના પરિણામે જ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે.


કુપોષિત બાળકોને રોકવા કે નાબુદ કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. પરંતુ એવા બાળક દીઠ ફાળવવામાં આવતી રકમ અત્યંત નજીવી જ હોય છે. જેને કુપોષિત બાળક અને તેના પરિવાર માટે મજાક સમાન માનવામાં આવે છે. સરકારી અધિકારીઓને કુપોષણ રોકવામાં ‘રસ’ નથ હોવાથી મુખ્યમંત્રીએ ર૦ર૦-ર૧ યોજના શરૂ કરી છે. જેનો લાભ તમામ બાળકોને મળે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સરકાર તરફથી યોજનાઓ જાહેર થાય છે પરંતુ પુરતી માત્રામાં બજેટ ફાળવવામાં આવતું નહોવાથી કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજાર કરતા વધારે છે.

આ બાળકો માટે માસિક માત્ર રૂ.ર૦૦ની રકમ ખર્ચવામાં આવે છે. ચાંંકાવનારી બાબત એ છે કે વાર્ષિક રૂ.૯૬૦૦ કરોડના બજેટ ધરાવતી અમદાવાદ મહાનગપાલિકા દ્વારા કુપોષિત બાળકો માટે રાતીપાઈ પણ ખર્ચ કરવામાં આવતી નથી.  સ્માર્ટ સીટી અમદાવાદમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ર૦૧૮-૧૯ના વર્ષ દરમ્યાન શહેરમાં ૧૦૯૯ર કુપોષિત બાળકો હતા. જ્યારે ર૦૧૯-ર૦માં કુપોષિત બાળકોની સંખ્યા ર૧૬૬૦ થઈ છે. આમ, માત્ર એક જ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા લગભગ બમણી થઈ છે. શહેરમાં ર૧૬૬૦ કુપોષિત બાળકોમાં ૪૬ર૩ અતિકુપોષિત બાળકોનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા કુપોષિત દૂર કરવા માટે ર૦૧૮-૧૯માં રૂ.૬.ર૦ કરોડ અનએ ર૦૧૯-ર૦માં રૂ.પ.૩૩ કરોડની ગ્રાંટ આપવામાં આવી છે. ગત ર૦૧૮-૧૯ની સરખામણીમાં કુપોષિત બાળકોની સ/ખ્યા બમણી થઈ હોવા છતાં ગ્રાંટની રકમમાં રૂ.૯૦ લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની ગ્રાંટ મુજબ્ કુપોષિત બાળકોને પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. ર૦૧૮-૧૯ ના વર્ષ દરમ્યાન બાળકદીઠ માસિક રૂ.૪૩૦નો ખર્ચ થતો હતો જ્યારે ર૦૧૯-ર૦ માં ગ્રાંટની રકમમાં ઘટાડો થવાના કારણે બાળકદીઠ રૂ.ર૦૩નો ખર્ચ થાય છે. સરકારના બજેટ મુજબ બાળકદીઠ દૈનિક રૂ.પ.૧૦ નો ખર્ચ કરીને કુપોષણ દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૦૪ છે. જ્યારે મકતમપુરામાં કુપોષિત બાળકોની સંખ્યા ૬૩૭, શાહપુરમાં ૯૩પ, બહેરામપુરામાં ૯ર૯, સાબરમતીમાં ૬પ૬, દાણીલીમડામાં ૬૯૮, સૈજપુર બોઘામાં ૬ર૪, તથા ઓઢવમાં ૭૮૦ બાળકો કુપોષિત છે.


મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ કુપોષણ અને સરકારની નીતિ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે તહેવારો-ઉત્સવો માટે કરોડો રૂપિયાના ખર્ચ થાય છે, જ્યારે કુપોષિત બાળક માટે દૈનિક માત્ર રૂ.પ.૧૦ ખર્ચ થઈ રહ્યો છે તે અત્યંત શરમજનક બાબત છે. મુખ્યમંત્રીએ કુપોષિત બાળકોને ફળ આપવા માટે બાળકદીઠ રૂ.૧.રપ જાહેર કર્યા છે. રાજય કે શહેરેમાં એક રૂપિયામાં કયા ફળ મળે છે

તેની જાહેરાત પણ સરકારે કરવી જરૂરી છે. આંગણવાડીના બાળકોને સપ્તાહમાં માત્ર બે દિવસ જ ફ્રુટ આપવામાં આવે છે. તે વિસે ફૂટ માટે બાળકદીઠ રૂ.૩.રપનો ખર્ચ થતો હોવાના દાવા થઈ રહ્યા છે. તેનો મતલબ એ છે કે રૂ.પ.૧૦માંથી રૂ.૩.રપ ફળ માટે ખર્ચ થાય તો તે દિવસે બાળકોને અન્ય પૌષ્ટીક આહારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. શહેરના ચાલી-ઝુંપડપટ્ટી વિસ્તારમાં કુપોષિત બાળકોની સખ્યા વધારે છે. તેની તરફ સરકાર કે મનપા દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી.

એક અહેવાલ અનુસાર સરકારે કુષોષણ દૂર કરવાના બદલે આંગણવાડીઓ જ બંધ કરવાની શરૂઆત કરી છે.  રાજ્ય સરકારે ૧૭૬ આંગણવાડી બંધ કરી છે. કન્સ્ટ્રકશન સાઈટ આસપાસ ચાલતી આ પ્રકારની આંગણવાડીઓ બંધ કરવાથી હજારો બાળકોને અસર થઈ શકે છે.

સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે અત્યંત દુઃખદ છે. રાજ્ય સરકારના અધિકારીઓને ઓછા બજેટવાળા કામમાં રસ  જ રહ્યો નથી. જેના કારણે પાલક પિતા યોજના શરૂ કરવામાં આવી હોય તેમ લાગે છે. આ યોજનામાં પાલક પીતા દર અઠવાડીયે બાળકની મુલાકાત લઈને તેના માતા-પિતાને સમજાવશે. પરંતુ બાળકના પૌષ્ટીક આહાર માટે કોઈ રકમ ખર્ચ કરવામાં આવશે કે કેમ? તની જાહરાતે થઈ નથી.

તેમજ સરકારે પણ દૈનિક રૂ.પ.૧૦ ના ખર્ચમાં કોઈ જ વધારો કર્યો ેનથી. આવા સંજાગોમાં કુપોષિતની સમસ્યા કેવી રીતે હલ થશે? સરકારે અન્ય બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરીને કુપોષિત બાળકો માટે વધુ બજેટ ફાળવવાની જરૂર છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.