Western Times News

Gujarati News

સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં “ ગરીબ તથા અનાથ બાળકો સાથે મકરસંક્રાંતિ” ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં મકરસક્રાંતિના દિવસે બાળકો સાથે ઉજવણી કરી. આ તહેવારના દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવ મળે છે તે સમયે નવું નવું ખાવું, નવા કપડા પહેરવા, પતંગ ઉડાવવા વગેરે બાળકોમાં શોખ જોવા મળતા હોય છે.

આ તહેવારોમાં બાળકોને પતંગ, ફીરકી, તલના લડ્ડુ, મમરાના લડ્ડુ, વેફર પેકેટ,  બિસ્કીટ, વગેરે આપવામાં આવ્યું. સ્મિત ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ વધુમાં કહેતા આ તહેવારનો ઉત્સાહ  નાના બાળકોથી લઇ મોટા લોકોમાં જોવા મળે છે અને બધા ખુશીથી મનાવે છે. અને પતંક ઉડાવવા માટે અબોલ પક્ષીનો જીવ ના જાય તે માટે સવારે અને સાંજે પતંગના ઊડાવવા જોઈએ, જેથી કરી પક્ષીઓ  પોતાના બચ્ચાઓથી અલગ ના થાય, તેનું ધ્યાન રાખવું જોઈએ. અને કોઈ એવી જગ્યા ઉપર થી પતંગ ના ચકાવવો જોઈએ કે ના પકડવો જોઈએ  જેથી નીચે પડી જવા નો ભય હોય. તેવી સમજણ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.