સ્મિમેર હોસ્પિટલમાં લેવાયેલા હંગામી કર્મચારીઓે છૂટા કરી દેવાતાં હોબાળો
સુરત, સુરત શહેરમાં કોરોનાકાળ દરમિયાન સ્થિતિ ખૂબ જ અઘરી હતી તે સમય દરમિયાન સ્મીમેર હોસ્પિલટલમાં વોર્ડ બોય અને આયા તરીકે હંગામી ધોરણે એપ્રિલ મહિનામાં ૪૫ જેટલા કર્મચારીઓ લેવાયા હતા. તેમને કોરોનાકાળ દરમિયાન વોર્ડ બોય અને આયા તરીકેની કામગીરી આપવામાં આવી હતી.
કર્મચારીઓને સવારે એકાએક છૂટા કરી દેવાનો નિર્ણય કરાતા કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યાે હતો. કોરોના અંગેની કામગીરી પૂર્ણ થઈ જતાં અમને છુટા કરવામાં આવે છે એવું લેખિત માંગણી કરી હતી. કર્મચારીઓને એપ્રિલ ૨૦૨૧માં લેવાયા હતા.
ત્યારબાદ જુલાઈ મહિનામાં ફરી તેમને રિન્યુ કરીને કોરોના કામગીરી માટે કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો હતો. કોન્ટ્રાક્ટ આવતા મહિને પૂર્ણ થઈ રહ્યો છે. તેમ છતાં સપ્ટેમ્બર મહિનામાં છૂટા કરી દેવા માટેનો નિર્ણય લેવાતા તમામ કર્મચારીઓએ હોબાળો મચાવી દીધો હતો.
છૂટા કરાયેલા કર્મચારી કરણ રાજપૂતે જણાવ્યું કે અમને જ્યારે લેવાયા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના કામગીરી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી તમને ફરજ ઉપર રાખવામાં આવશે. પરંતુ હંગામી ધોરણે અમે તમને લઈ રહ્યા છે એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
અત્યારે ત્રીજી લહેરની શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ અમને સપ્ટેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીનો કોન્ટ્રાક્ટ કર્યાે હતો. છતાં પણ અમને એક મહિના પહેલા છૂટા કરી દેવાનો નિર્ણય કરી રહ્યા છે.