સ્યુસાઈડ નોટ લખીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ, રાજકોટ શહેરમાં વધુ એક વખત આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. વધુ એક યુવાને આપઘાતનો પ્રયાસ કરી પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવાને આપઘાતનો પ્રયાસ કરતા પહેલા મિત્રને મેસેજ કરી જણાવ્યું હતું કે હવે કંઈ ભેગું થાય તેમ નથી.
ત્યારે યુનિવર્સિટી પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેને યુવક પાસે રહેલ સ્યુસાઈડ નોટ પણ કબજે કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાધુ વાસવાણી રોડ પર રહેતા અભિષેક કામલીયા નામના યુવાને ઝેરી દવા પી લીધાનો બનાવ સામે આવ્યો છે.
ઝેરી દવા પી યુવાને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. અભિષેક કામળિયા મુંજકામાં સ્ટુડિયો ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારના રોજ અભિષેક કામલીયાએ તેના મિત્રને મેસેજ કર્યો હતો. જેમાં મેં દુકાને આપઘાત કરી લીધો છે હવે કાંઈ ભેગું થાય તેમ નથી. મેસેજ મળતા મિત્ર અભિષેકની દુકાન પર આવ્યો હતો. ત્યારબાદ અભિષેકના મિત્રએ ૧૦૮ને જાણ કરતાં તાત્કાલિક અસરથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યારબાદ અભિષેકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં એક સ્યુસાઈડ નોટ પણ મળી છે.
જેમાં આપઘાતનો પ્રયત્ન કરનાર અભિષેક કામલીયાએ ત્રણ વર્ષ પૂર્વે સિધ્ધરાજ ભૂપતભાઈ સાકરીયાને મિત્રતાના દાવે ઉછીના પૈસા આપ્યા હતા. ત્યારબાદ તેના પરિવારને પૂછતાં તેના પિતા ભૂપતભાઈએ સિધ્ધરાજ ઉપર દેણું થઇ ગયું છે. છ મહિના માટે પૈસાની જરૂર છે. તેમ કહી રૂપિયા ૨૦ લાખ માગતાં જ જુદા મિત્રો પાસેથી ઉછીના લઇને આપ્યા હતા.
પરંતુ પૈસા પરત માંગતા મને ધમકીઓ મળી હતી. મેં થોડા ઘણા પૈસા ચૂકવી પણ દીધાં છે પરંતુ હવે હું વધુ રૂપિયા ચૂકવી શકું તેમ ન હોવાથી આ પ્રકારનું પગલું ભરું છું. યુનિવર્સિટી પોલીસનો સંપર્ક સાધતા યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેમજ આઈ.સી.યુ વોર્ડમાં બેભાન હોવાથી તેનું નિવેદન હજુ સુધી શોધી શકાયુ નથી. ત્યારે યુનિવર્સિટી પોલીસની તપાસમાં આગળ શું કહાની સામે આવે છે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે.SSS