સ્લમ વિસ્તારના બાળકોને ખારી ઠંડી સોડાનું વિતરણ
(તસ્વીરઃ જીગ્નેશ પટેલ, માણાવદર) આજે રોજ શ્રી મા ભવાની ગ્રુપના શ્વેતાબેન રાજપૂત ને કરણી સેનાના રાજકોટ જિલ્લા મહામંત્રીનું પદ મળેલ હતું તેમના માટે સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો. શ્વેતાબેન ને શુભેચ્છા આપતા એવા સંગઠન કે જેમાં ગુજરાત યુવા સંગઠન, સમાજ સેવા કેન્દ્ર, માં ભવાની સેવા ગ્રુપ દર અઠવાડિયે શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં જઈ અલગ-અલગ નાસ્તો તેમજ આવા તાપમાનમાં આજરોજ બાળકોને ખારી ઠંડી સોડા નું વિતરણ કરવા માં આવીયુ હતું
જેમાં આજે ઢેબર રોડ, ગુરુકુળ મોવડી પ્લોટ , રેલવેના પાટા પાસે ના વિસ્તાર માં બાળકો ને મન ભાવન એવી ખારી ઠંડી સોડા નું વિતરણ કરવામાં આવ્યું હતું,આ સેવા કાર્યમાં જનસેવક રાજુ જુંજા, હિરેનભાઈ દુધાત્રા, સોનલબેન ડાંગરીયા, કરણ જુંજા, ધનરાજ ઝાલાવડીયા, હાર્દિકભાઈ સરવૈયા, નીરવભાઈ ચૌહાણ, હરદીપસિંહ જાડેજા, હેરીભાઇ સોલંકી, અભિષેક પટેલ, વિજયભાઈચૌહાણ, અંકિત પટેલ, મૌવલિકભાઈ પટેલ, પૂજાબેન રાજપુત, શ્વેતાબેન રાજપુત, શોભનાબેન ચૌહાણ આવી ખાર ઠંડી સોડા થી બાળકો ખૂબ ખુશ થયા હતા. ત્યારે તેમની ખુશી જાેઇને કરેલું કાર્ય સાર્થક થયું એવું લાગ્યું.