સ્લાઈડીંગ બોટ પડતા યુવકનું દર્દનાક મોત થયું
નવી દિલ્હી, જાે તમે પણ કાળઝાળ ગરમીથી બચવા માટે તમારા પરિવાર કે મિત્રો સાથે વોટર પાર્કમાં જઈ રહ્યા છો તો સાવધાન થઈ જાવ, નહીં તો એક નજીવી બેદરકારી તમારા મૃત્યુનું કારણ બની શકે છે.
વોટર પાર્કમાં મોતની આવી જ એક ઘટના ઝારખંડના જમશેદપુરથી સામે આવી છે, જ્યાં એક યુવક આંખના પલકારામાં મોતની ગોદમાં સમાઈ ગયો.
આ દુર્ઘટના પૂર્વ સિંઘભૂમના ઘાટશિલા ગલુડીહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિરસા ફન સિટી વોટર પાર્કમાં થઈ હતી, જેમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. વોટર પાર્કમાં ન્હાતી વખતે સ્લાઈડિંગ બોટ યુવક પર પડી હતી. બોટ પડી જતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા યુવકનું મોત નીપજ્યું હતું.
મૃતક યુવક જાેની કેવર્ટ (૩૦) જમશેદપુરના બાગુનહાટુનો રહેવાસી હતો. એવું કહેવામાં આવ્યું છે કે, તે તેના ૭ મિત્રો સાથે જમશેદપુરથી ગાલુડીહ વોટર પાર્ક પહોંચ્યો હતો. જાેની વોટર પાર્કના પાણીમાં સૌથી પહેલા ઉતર્યો હતો. તેના મિત્રો લોકરમાં કપડા અને અન્ય ચીજવસ્તુઓ રાખી રહ્યા હતા ત્યારે અચાનક પાણીની ઉપરથી એક ઝડપી સ્લાઈડિંગ બોટ જાેની સાથે અથડાઈ હતી.
એક સ્ત્રી સ્લાઈડીંગ બોટમાં બેઠી હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે જાેની સ્થળ પર જ લોહીલુહાણ થઈ ગયો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઉતાવળમાં, તેને ગાલુડીહના નિરામય હેલ્થ કેરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં યુવકની ગંભીર સ્થિતિને જાેતા, તેને સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. સબ ડિવિઝનલ હોસ્પિટલમાં લાવવામાં આવતા પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું.
યુવકના મોત બાદ સ્વિમિંગ પુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ વોટર પાર્કના સંચાલકે તેની અવગણના કરી ટિકિટો વેચવાનું ચાલુ રાખ્યું હતું. યુવકના મોત બાદ પોલીસ-પ્રશાસન વોટર પાર્કમાં પહોંચી તો સલામતીના માપદંડોનો અભાવ જાેવા મળ્યો હતો.
આ વોટર પાર્કમાં અનેક ભૂલો જાેવા મળી હતી. પાર્કમાં વધુ ક્ષમતા કરતા વધારે લોકોને ટિકિટ વેચવામાં આવે છે. ઘટનાના દિવસે ૧૦૦૦ થી વધુ લોકો સ્વિમિંગ પૂલમાં જાેવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, સ્વિમિંગ માટે પ્રતિ વ્યક્તિ ૫૦૦ રૂપિયા લેવામાં આવે છે.
પરિવાર દીઠ બે થી પાંચ હજાર રૂપિયા ખર્ચીને લોકો પોતાના પરિવાર સાથે આ વોટર પાર્કમાં આવે છે, પરંતુ સુરક્ષા તરીકે આ વોટર પાર્કમાં કોઈ વ્યવસ્થા નથી.SS1MS