સ્વચ્છતા પખવાડા દરમિયાન અમદાવાદ મંડળ પર સ્વચ્છ પ્રસાધન, સ્વચ્છ ડેપો, સ્વચ્છ આહાર અને સ્વચ્છ નીર દિવસ પર વિભિન્ન આયોજન
અમદાવાદ, ભારતીય રેલવે દ્વારા 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે
જેનાથી વરસાદ પછી બધા રેલ પરિસરો, સ્ટેશનો,રેલવે કોલોનીઓ હોસ્પિટલ વગેરે સરખા કરવામાં આવી રહ્યા છે. આજ
ક્રમ માં પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છ પ્રસાધન, સ્વચ્છ ડેપો અને પરિસર, સ્વચ્છ આહાર, અને સ્વચ્છ
નીર દિવસો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 દિવસો સુધી નિરંતર ચાલવાવાળા આ પખવાડા માં પ્રત્યેક દિવસ એક
વિશેષ દિવસ ના રૂપ માં મનાવામા આવી રહ્યો છે જેથી તે તરફ વિશેષ ધ્યાન આપી શકાય.આ દરમિયાન મંડળ ન ડેપો,
યાર્ડ અને સ્ટેશન, શેડ તથા હેલ્થ યુનિટ,રેલવે કોલોનીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ જણાવ્યું કે અમારો અમારો વિશેષ પ્રયાસ છે કે આ પખવાડા દરમિયાન
સ્વચ્છતા ના દરેક પહેલું પર ઠોસ કાર્ય થાય. જેનાથી તેમાં ગુણવતા પૂર્વક સુધાર કરવામાં આવી શકે. તેમણે દરેક ગેર
સરકારી સંગઠનો, રેલવે સ્ટાફ અને તેમના પરિજનો ની અપીલ કરી કે વૈશ્વિક મહામારી દરમિયાન સ્વચ્છતા જાગરૂકતા ને
પ્રાથમિકતા આપવાની આવશ્યકતા છે તથા ભારત સરકાર દ્વારા જારી ગાઈડલાઈન નુ પણ પાલન કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે મંડળ પર ભીના, સૂકા અને પ્લાસ્ટિક કચરા માટે રેલવે કોલોનીઓ અને હેલ્થ યુનિટો પર અતિરિક્ત 35
ડસ્ટબીન મુકવામાં આવ્યા છે તથા રેલવે કોલોનીઓ નિવાસીઓ ને પણ આ વિષય માટે જાગૃત કરવામાં આવી રહ્યા
છે.પરિસરો કોલોનીઓ અને સ્ટેશન તથા કાર્યાલયો માં એન્ટી લાર્વા ફોગીંગ પણ નિરંતર રૂપ થી કરવામાં આવી રહ્યું છે
જેનાથી બીમારીઓ થી બચી શકાય.
તેમના અનુસાર મંડલ પર ખુલ્લા માં શૌચ ના વિરુદ્ધ અભિયાન ચલાવામાં આવી રહયુ છે તથા રેલવે અને કોન્ટ્રેક્ટ
સફાઈ કર્મીઓ માટે વિશેષ રૂપ થી કાર્યશાળા નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છ નીર દિવસ પર દરેક
વોટરપોઇન્ટ, સ્ટોરેજ ટેન્ક તથા પીવાના પાણી ની પરબ ની વિશેષ સફાઈ પર ધ્યાન આપવામાં આવી રહયી છે તથા
પીવાના પાણી ની ગુણવતા ની પણ તપાસ કરવામાં આવી રહી છે.અમદાવાદ સ્ટેશન પર યંગ ઇન્ડિયા તથા એંજલ
ચેરીટેબલ ટ્રસ્ટ પોતાની સ્વચ્છતા સેવાઓ પ્રદાન કરી ચુકી છે. આ પખવાડિયા દરમિયાન ટ્રેનો અને સ્ટેશન પર યાત્રીઓ
પાસેથી ફીડબેક લેવામાં આવી રહ્યા છે જેમાં તેમની પ્રતિક્રિયા સકારાત્મક રહી.
એકીકૃત કોચીગ ડેપો સાબરમતી માં શ્રી દિપક કુમાર ઝા મંડળ રેલ પ્રબંધક, શ્રી અભિષેક કુમાર સિંહ વરિષ્ઠ મંડળ યાંત્રિક
એન્જીનીયર (સમ), શ્રી ફેડરિક પેરિયત વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગુહ વ્યવસ્થા પ્રબંધક અને શ્રી એસ.કે મુખર્જી વરિષ્ઠ
કોચિંગ ડેપો અધિકારી ICD અને દરેક કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા 200 ઝાડ લગાવામાં આવ્યા અને ડેપો માં
સફાઈ અભિયાન ચલાવામાં આવ્યું.