સ્વચ્છતા બાબતે દિવા તળે અંધારૂ વિરપુર તાલુકા પંચાયતમાં પાંચ માસથી ધુળ ખાઈ રહ્યું છે ગટર સાફ કરવાનું જેટીંગ મશીન
અધિકારીઓ દ્રારા મળતા માત્ર ઠાલા આશ્વાસન પરીસ્થીતી ઠેરની ઠેર….
વિરપુર: રાજ્ય સરકારે ગામડાં સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનું આંધણ કરી ગંદા પાણીનો નિકાલ તેમજ ઘન કચરો એકત્ર કરવા માટે ગ્રામ પંચાયતોને સહાય ફાળવવામાં આવી હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં ગ્રામ પંચાયતના જવાબદારો સ્વચ્છતા મુદ્દે આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિ છે વિરપુર નગરમાં અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ગટર તૈયાર કરવામાં આવી હતી પરંતુ યોગ્ય આયોજનના અભાવે સામાન્ય વરસાદમાં પણ ગટરો ઉભરાઈ જતાં જાહેર માર્ગો પર ગટરનું પાણી ફરી વળે છે
આ ઉભરાતી ગટરના કાયમી ધોરણે પ્રશ્ન ઉકેલ લાવવા માટે જીલ્લા પંચાયત દ્રારા ગટર સફાઈ માટેનુંં લાખો રૂપિયાનુ જેટીંગ મશીન વિરપુર ગ્રામ પંચાયત આપવામાં આવ્યું છે પણ છેલ્લા પાંચ માસથી વિરપુર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી નજર હેઠળ ધુળ ખાઈ રહ્યું છે તેમ છતાં અધિકારી દ્રારા પગલાં લેવામાં આવતા નથી જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે નગરની મોટાભાગની ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા વર્ષો જુની છે તેનો કાયમી નિવેડો લાવવા સ્થાનિક ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત તરફથી કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી જે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે વહેલી તકે જેટીંગ મશીન ગટરની સફાઈ માટે મુકવામાં આવે તેવી વિરપુર વાસીઓની માંગ ઉઠી છે…..
તસવીર લખાણ- તાલુકા પંચાયતમા જેટીંગ મશીન ધુળ ખાતું… પુનમ પગી વિરપુર