સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત કલેક્ટરની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ યોજાઇ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લામાં નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન ૨.૦ ની કામગીરીના અસરકારક અમલીકારણ માટે મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં ઙ્મએક દિવસીય તાલીમ યોજાઇ હતી.
કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી ની પ્રેરણાથી ભારત સરકાર ધ્વારા સને ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બનેલ જેની સફળતાના આધારે ભારત સરકારે ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરામુકત શહેરો બનાવવા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ એ ભારત સરકારની મહત્વકાંક્ષી પહેલ છે, જેનો હેતુ દેશના શહેરી વિસ્તારોને કચરામુક્ત બનાવવાનો છે. સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત, મુખ્ય ધ્યાન શહેરોને કચરામુક્ત બનાવવા પર છે, જેમાં દરરોજ ઉત્પન્ન થતો ૧૦૦% કચરો પ્રોસેસ કરવામાં આવશે. આ મિશન હેઠળ, કચરાના સ્ત્રોત પર જ વર્ગીકરણ, સિદ્ધાંતોનો ઉપયોગ,
વૈજ્ઞાનિક રીતે કચરાનો પ્રોસેસિંગ, અને જુના કચરાના ડમ્પસાઇટ્સનું નિર્મૂલન કરવામાં આવશે. ભારતની તમામ નગરપાલિકાઓને ૧૦૦% ઘરો સુધી કચરો સંગ્રહ સુનિશ્ચિત કરવું, તેમજ સૌજન્ય શૌચાલય અને જાહેર શૌચાલય બનાવવાની યોજના છે.
સ્વચ્છ ભારત મિશન ૨.૦ ની સફળતાને હાંસલ કરવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અને સરકારની પ્રતિબદ્ધતા આવશ્યક છે, જે ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં સહાયરૂપ થશે.
આ બેઠકમાં પ્રાદેશિક કચેરી ગાંધીનગરના અધિક કલેક્ટર શ્રી ભાલોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા ,અધિક નિવાસી કલેક્ટર શ્રી જશવંત જેગોડા, પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલીકા ચીફ ઓફિસરશ્રીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.