Western Times News

Gujarati News

સ્વચ્છ સર્વેક્ષણ:  ર૦ર૦ : સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો પાંચમો ક્રમાક

૪૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં પ્રથમ ક્રમ અને રાષ્ટ્રીય લેવલે પાંચમા ક્રમે અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલની ઉત્કૃષ્ટ કામગીરી : મેયર બીજલબેન પટેલ તથા કમિશ્નર મુકેશકુમારે એવોર્ડ સ્વીકાર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહયુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાના આગ્રહી છે પૂજ્ય બાપુના સિધ્ધાંતોને પ્રજા સુધી લઈ જવા માટે તેમણે લોકોને માત્ર અનુરોધ જ કર્યો નથી પરંતુ તેના માટે ઠોસ કામગીરી કરી છે તે દેશના લોકોએ જાેયુ છે. માત્ર પ્રજા જ નહિ જુદા જુદા શહેરોમાં કામ કરતા કોર્પોરેશનને તેમાં આવરી લેવાયા હતા. કોર્પોરેશન અંતર્ગત આવતા અને ૪૦ લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો માટે સ્વચ્છતા બાબતે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ધ્વારા સ્વચ્છતા અને કવચના વ્યવસ્થાપનની કામગીરીના આધારે રેટીંગ આપવામાં આવ્યા હતા જેમાં થ્રીસ્ટાર, ફાઈવ સ્ટાર, સેવન સ્ટાર રેટીંગ હતાં.

સ્વચ્છ સર્વેક્ષણ- ર૦ર૦ અંતર્ગત ભારત ભરના ૪ર૪ર જેટલા શહેરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં કુલ ૬૦૦૦ માકર્સથી શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ પર૦૭.૧ર માકર્સ મેળવીને સ્વચ્છ સર્વેક્ષણ- ર૦ર૦માં ભારતભરના મોટા શહેરોમાં અમદાવાદ શહેરે પ્રથમ ક્રમાંક તથા રાષ્ટ્રીય કક્ષાએ પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૩ સ્ટાર સર્ટીફીકેટ મેળવેલ છે કોર્પોરેશનની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે નાગરિકોના પ્રતિભાવોમાં ગત વર્ષ કરતા વધારે પોઝીટીવ ફીડબેક મેળવી ૧ર૪૧.ર૬ જેટલા માકર્સ મેળવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા સ્વચ્છ સર્વેક્ષણ- ર૦ર૦ અનુલક્ષીને સ્વચ્છતા માટે લગભગ ૧૯ જેટલા મુદ્દાઓને લઈને કામગીરી કરવામાં આવી હતી.

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી હરદીપસિંગ પૂરી, સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ પ્લેટ ફોર્મ ધ્વારા યોજાયો હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મેયર બીજલબેન પટેલ તથા મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુામર ઉપસ્થિત રહીને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ સ્વીકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.