Western Times News

Gujarati News

સ્વદેશી કોરોના રસી Covaxinના પહેલા ફેઝની ટ્રાયલ સફળ

નવી દિલ્હી: ભારત બાયોટેક અને આઈસીએમઆરની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના પહેલા તબક્કાના શરૂઆતના આકલનથી સારા સમાચાર આવ્યા છે. વચગાળાના વિશ્લેષણ મુજબ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાઈ છે. રસીના પહેલા તબક્કામાં ૩૭૫ લોકોને રસી અપાઈ હતી.

માત્ર એક જ વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થઈ પરંતુ આ સાઈડ ઈફેક્ટ રસીના કારણે થઈ તેવું તપાસમાં નથી આવ્યું. એક દર્દીને ૩૦ જુલાઈના રોજ રસી મૂકવામાં આવી હતી. તેને ૫ દિવસ બાદ કોરોના સંક્રમણ થયું જાે કે ૧૫ ઓગસ્ટના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો અને ૨૨ ઓગસ્ટે તેને રજા અપાઈ. આ ઘટનાને રસી સાથે જાેડવામાં આવી રહી નથી.

જાે કે રસી લગાવ્યા બાદ ઈન્જેક્શન વાળી જગ્યા પર કેટલાક લોકોને થોડો દુઃખાવો થયો હતો જે થોડા સમય બાદ આપોઆપ ઠીક થઈ ગયો. રસીને ૨થી ૮ ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવી અને રસીની ક્વોલિટી યથાવત રહી. એટલે કે રસીને ઘરના સામાન્ય ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકાય છે.

૩૭૫ લોકોમાંથી ૩૦૦ લોકોને રસી મૂકવામાં આવી હતી. જ્યારે ૭૫ વોલિન્ટિયરને સાધારણ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેને મેડિકલ ભાષામાં પ્લેસિબો કહે છે. જાે કે વોલેન્ટિયર્સને એ નહતું જણાવવામાં આવ્યું કે કોને રસી મૂકાઈ છે અને કોને સાધારણ દવા. પોર્ટલ મેડઆરએક્સઆઈવી પર ઉપલબ્ધ કરાવવામાં આવેલા પરિણામો મુજબ રસીએ એન્ટીબોડી તૈયાર કરવાનું કામ કર્યું. વિષયના વિશેષજ્ઞો દ્વારા ઔપચારિક રીતે અનુસંધાન રિપોર્ટનું મૂલ્યાંકન કરતા પહેલા જાહેર સ્તરે ‘મેડઆરએક્સઆઈવી’ પોર્ટલ પર નાખવામાં આવ્યો.

તારણો મુજબ ગંભીર અસરની એક ઘટના સામે આવી જેને રસીકરણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું મળી આવ્યું. કોવેક્સિન (બીબીવી૧૫૨)ની સુરક્ષા અને પ્રભાવના આકલન માટે પહેલા તબક્કાનું ક્લિનિકલ પરિક્ષણ કરવામાં આવ્યું. નિષ્ક્રિય સાર્સ કોવ-૨ રસી બીબીવી ૧૫૨નું ક્લિનિકલ પરિક્ષણ અને સુરક્ષા (તબક્કો એક) મુજબ પહેલા રસીકરણ બાદ કેટલાક લોકોમાં હળવી કે મધ્યમ પ્રકારની અસર જાેવા મળી અને તે તરત ઠીક પણ થઈ ગઈ. આ માટે કોઈ પણ પ્રકારની દવાની જરૂર પડી નહી. બીજા ડોઝ બાદ પણ આ જ તારણ જાેવા મળ્યું.

કોવેક્સિનના રિસર્ચર આ આકલનને લેન્સેન્ટ જર્નલમાં પણ પ્રકાશન માટે મોકલવાની તૈયારી કરી રહ્યા છે. કોરોના વાયરસ માટેની ભારતની પ્રથમ વેક્સીન કોવેક્સિનને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. કોવેક્સિનની ફેઝ-૧ની ટ્રાયલ સફળ રહી છે અને તેનાથી કોઈ પણ ગંભીર આડઅસર વગર ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે.

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સીનની ટ્રાયલમાં ૩૭૫ લોકોએ ભાગ લીધો હતો અને તેમનામાં સારા પરિણામો જાેવા મળ્યા છે. હૈદરાબાદની કંપનીએ જણાવ્યું હતું કે મોટા ભાગના વોલેન્ટિયર્સને હળવી આડઅસર થઈ હતી અને તે સાજી પણ થઈ ગઈ હતી.

ટ્રાયલ દરમિયાન એક ગંભીર આડઅસર જાેવા મળી હતી પરંતુ તેને વેક્સીન સાથે કોઈ લેવા દેવા નથી. ભારત બાયોટેકે આ વેક્સીન ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તથા નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) સાથે મળીને તૈયાર કરી છે. ફેઝ-૧ ક્લિનિકલ ટ્રાયલ બીબીવી ૧૫૨ (કોવેક્સિન)ની સેફ્ટી અને ઈમ્યુનોજેનેસિટી ચકાસવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.