સ્વદેશી કોરોના વેક્સીનઃ ફેબ્રુઆરી 2021 સુધી તૈયાર થવાની સંભાવના
નવી દિલ્હી, કોરોના મહામારીના એક જ ઇલાજ રુપે તેની વેક્સીન તૈયાર કરવામાં દુનિયાભરના દેશો પ્રયત્નશીલ છે, એવામાં ભારત દેશ પણ આ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. ભારતમાં કોરોના વેક્સીન તૈયાર કરવા માટે કાર્યરત વિજ્ઞાનીઓનું માનવુ છે કે, ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં કોરોના વેક્સીન તૈયાર થઇ જશે. આટલુ જ કોરોના વેક્સીન તૈયાર થતા ભારત તેના મિત્રો દેશોને પણ વેક્સીન પૂરુ પાડવા પર તૈયારી કરી રહ્યુ છે.
આ અંગે વધુ માહિતી આપતા વિદેશ સચિવ હર્ષ વી શ્રૃંગલાએ જણાવ્યું કે, ભારત સરકાર કેટલાક મિત્રો દેશો સાથે કોરોના વેક્સીનના ટ્રાયલની સંભાવના પર કાર્યરત છે. તેમણે જણાવ્યુંકે, કોરોના વેક્સીન માટે કેટલાક મિત્ર દેશો ભારતનો સંપર્ક સાધી રહ્યા છે. આ સંદર્ભે ભારત પણ કોલ્ડ ચેઇન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની ક્ષમતામા વધારો કરવા માટે ઇચ્છુક દેશોની મદદ કરશે.
તેમના મુજબ ફેબ્રુઆરી 2021માં દેશને કોરોના વેક્સીન મળી શકે છે, જે સંપૂર્ણ રીતે ભારતમાં જ તૈયાર થઇ હશે. કોરોના વેક્સીન વિકસાવવામાં ભારતની ઝડપ સમગ્ર વિશ્વ માટે મોટી સફળતા સમાન હશે.