સ્વપ્નદોષ જેવી વ્યાધિથી પીડાતા યુવાનો માટે આયુર્વેદમાં છ અકસીર ઉપાયો
સમાજનાં મોટાભાગનાં યુવાનો જે સમસ્યાથી પીડાય છે અને પોતાની જાતને હીન ગણીને એક નિરર્થક બોજની જેમ જિંદગીને વહે છે. તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી આયુર્વેદમાં છે અકસીર ઉપાયો. સામાન્ય રીતે પુખ્તવયમાં પ્રવેશ કરતી વખતે (૧૬-૧૭ વર્ષની વયે) છોકરામાં (તેમજ છોકરીઓમાં) અમુક પ્રકારના ફેરફાર થાય છે. તેને પુખ્ય વયપ્રવેશ (Puberty)ના ફેરફારો કહેવાય છે. છોકરાઓમાં તેના આ લક્ષણો છે.
– દાઢી મૂંછનું ફુટવું.- હૈડિયાનું વધવું. ગળામાં અવાજપેટી લેરિંગ્સ (ન્ટ્ઠિઅહટ)નાં બધાં જ કાર્ટિલેજ વધે છે. તેથી થાઈરોઈડ કાર્ટિલેજ વી-આકારનું કાર્ટિલેજ આગળ તરી આવે છે. તેને હૈડિયો કહેવાય છે. સ્ત્રીઓમાં હૈડિયો વધતો નથી.
– અવાજ પેટી મોટી થવાથી અવાજ ફાટી જાય છે. અત્યાર સુધી જે છોકરો સુંદર અવાજથી ગાઈ શકતો હતો તેનો અવાજ ખોખરો બની જાય છે.
– શરીરમાં અન્ય સ્થળે પણ વાળ ફૂટે છે.
– સ્વભાવમાં નીડરતા, શૌર્ય અને હિંમત આવે છે.
– વિજાતીય સ્વપ્નો આવે છે. ઉત્તરાને અભિમન્યુનું સ્વપ્નું આવેલું તે ઉપરથી તેના વર્ણનથી ચિત્રાલેખાએ અભિમન્યુનું ચિત્ર દોરેલું એ પ્રચલિત હકીકત છે. તે જ પ્રમાણે રાજાએ પરીને સ્વપ્નામાં પહેલી વખત જાઈ તેના પ્રેમમાં પડ્યાની વાતો પણ હયાત છે.
– વૃષણ અને શિશ્ન મોટા થાય છે. અને વૃષણો અને મૂત્રનળીના મૂળમાં આવેલો બે વીર્યાેત્પાદક નલિકાઓ (Seminal Vesicles) એક જાતનો રસ ઉત્પન્ન કરવા લાગે છે. તેને વીર્ય કહેવાય છે. વૃષણોમાં બે જાતના કોશ હોય છે. એક જાતનાં મુખ્ય કોશ વીર્યજંતુઓને પેદા કરે છે. દરેક વીર્યજંતુને માથું અને પૂંછડી હોય છે. માથામાં કેન્દ્ર હોય છે. અને પૂંછડીની મદદદથી તે વીર્યરસમાં તરે છે. દરેક વીર્યસ્ત્રાવમાં તે પુષ્કળ પ્રમાણમાં હોય છે. બીજી જાતના કોશ ગૌણકોશ કહેવાય છે. તેમાંથી પેદા થતો રસ સીધો જ લોહીમાં જાય છે અને “ગૌણ જાતીય સંસ્કાર” (econdary Sexual Character) દાઢી-મૂંછનું ફુટવું, નીડરતા, શોર્ય વગેરે શરીરમાં પેદા કરે છે. પ્રત્યેક વીર્યસ્ત્રાવમાં વીર્યરસ-જે વૃષણો અને વીર્યાેત્પાદક નલિકાઓ (Seminal Vesicles)થી પેદા થતો રસ છે તે અને વૃષણના મુખ્ય કોશમાંથી પેદા થયેલો વીર્યજંતુઓનો બનેલો હોય છે.
તેનું કદ આશરે ૫થી ૭ ઘન મિ.મિ જેટલું, રંગ મોતી જેવો સફેદ અને તેને એક વિશિષ્ટ પ્રકારની ગંધ હોય છે. હવે પાણીથી ભરાઈ ગયેલું તળાવ જેમ છલકાઈને ઊભરાય અને પાણી બહાર વહેવા લાગે તેવી જ રીતે સેમિનલ વેસિકલ્સ અને વૃષણમાં પેદા થયેલું વીર્ય અમુક હદ સુધી ભેગું થયા પછી વધુ પેદા થતાં બહાર નીકળી જાય. આ ક્રિયા સ્વપ્નમાં થાય તો તેને સ્વપ્ન દોષ કહે છે. કવચિત દિવસે પણ જાતીય ઉશ્કેરણી કરે તેવું વાચન અથવા વિચારથી પણ વીર્ય-સ્ખલન થાય છે. આમ બનવું એ યુવાવસ્થા દરમ્યાન સામાન્ય છે. કોલેજમાં ભણતા યુવાનોમાં તે સામાન્ય વિશેષ પ્રમાણમાં જાવા મળે છે. તો શું આ સ્વપ્નદોષ એ વ્યાધિ છે ?
જી.ના. આ વ્યાધિ નથી. અવસ્થાજન્ય સ્થિતિ છે. ૧૬-૧૭ વર્ષથી સ્વપ્નદોષ શરૂ થાય છે. ૩૦-૩૫ વર્ષ સુધી તેની પ્રક્રિયા પુરજાશમાં હોય છે. ૪૦ વર્ષની ઉંમર પછી એ ઓછો થવા માંડે છે. અને પ્રૌઢવસ્થા પ્રાપ્ત થતાં આપોઆપ અદૃશ્ય થાય છે. ૮-૧૦ દિવસે એકવાર સ્વપ્નદોષ થવો સામાન્ય છે. પણ તેને માટે કંઈ અમુક નિયમ નથી. અઠવાડિયામાં બે-ત્રણ વાર થાય અને રાત્રીએ ભારે ખોરાક લેવામાં આવતો હોય તો કોઈને દરરોજ પણ થાય. છતાં એટલું યાદ રાખવું જરૂરી છે કે આ સ્થિતિ માટે આયુર્વેદમાં ઉત્તમ ઉપાયો અને અકસીર દવાઓ છે.
– એક અસરકારક ચાટણઃ-
વીર્ય નલિકાઓ સંપૂર્ણપણે ભરાઈ જવાથી વધારાનું વીર્ય નલિકાઓ દ્વારા રાત્રે સ્વપ્ન આવતાં કે તે સિવાય પણ નીકળી જાય છે તો આવા વહી જતાં વીર્યને રોકવામાં મદદ કરે છે. વળી દરેક હોર્માેન્સનું લેવલ જાળવી રાખે છે. માનસીક ઉશ્કેરણીથી થતા સ્વપ્નદોષમાં આ અકસીર દવા છે.
આ ચાટણની સાથે-સાથે થોડાક ઘરગથ્થું ઉપચારો જેવા કે રાત્રે વહેલા જમી લેવું. વળી કેટલાંક જાતનાં અન્ન સ્વપ્નદોષનાં પ્રેરક છે. જેમ કે દૂધ અને તેમાંથી બનતાં દૂધપાક, શિખંડ, બાસુંદી, કઠોળ-ખાસ કરીને વાલ, વટાણા, ચણા, વગેરે અને માંસાહાર તેમજ મરચું, ગરમ મસાલા અને તેજાનાયુક્ત વાનગીઓ આ બધા ઉત્તેજનાકારક દ્રવ્યો છે. હાલના ચલચિત્ર જાતીય ઉશ્કેરણી કરનારાં હોય છે. ચલચિત્ર જાનારાઓ ખાસ કરીને યુવાનો હોય છે અને હાલનાં ચલચિત્રોમાં પ્રવર્તતી નગ્નતા અને જાતીય પ્રસંગો યુવાનોમાં સ્વપ્નદોષ માટે જવાબદાર છે.
રાત્રે સુતી વખતે પ્રભુપ્રેરણામાં મન મગ્ન રાખવું. પોતાના અભ્યાસનું મનન કરતાં-કરતાં નિદ્રાવશ થવું. પણ જાતીય ઉશ્કેરણી થાય તેવા વિચારો ન કરવા. ચત્તા ન સૂવું પણ એક પડખે સૂઈ જવાની ટેવ પાડવી. ચત્તા સૂવાથી કેડમાં રહેલા જાતીય કેન્દ્રો તપી જઈ ઉશ્કેરાઈ જવાનો સંભવ છે.
માટે ડાબે અથવા જમણા પડખે સૂવું. દરરોજ સવારે ઠંડા પાણી ભરી બેસવું. જેથી કેડથી જાંઘના અડઘા ભાગ સુધીનો ભાગ પાણીમાં રહે અને કેડથી ઉપરનો ભાગ તેમજ જાંઘના બાકી અડધા ભાગથી બાકીના પગના ભાગ પાણી બહાર રહે. આવી રીતે અર્ધાે કલાક ટબબાથ લેવું. પરંતુ આ બધાની સાથે આયુર્વેદિક દવાઓ ખાસ જરૂરી છે. જેથી વહી જતાં વીર્યને રોકી શકાય છે.