સ્વરક્ષણ માટે બાળાઓ તલવાર અને લાકડી ચલાવવાની લઈ રહી છે તાલીમ

પાલનપુર, ગુજરાતમાં પણ હવે નાની નાની દીકરીઓ સાથે દુષ્કર્મ કરવાની ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે ત્યારે સુરતના ગ્રીષ્મા મર્ડર કેસ પછી મા-બાપ પણ પોતાની નાની નાની દીકરીઓ માટે ચિંતિત થઈ રહયાં છે.
બનાસકાંઠાના નાનકડા એવા ગામ ટાકરવાડામાં દીકરીઓ કરાટે, તલવાર, લાકડીની તાલીમ લઈ પોતાનું મનોબળ વધારવાની સાથે પોતાના આત્મરક્ષણ માટે રણ સક્ષમ બની છે. ટાકરવાડામાં રહેતા હિરલબેન જે બનાસકાંઠાની દીકરીઓ માટે નિઃશુલ્ક સ્વરક્ષણ તાલીમનું આયોજન કરે છે.
જેમાં નરેશ પ્રજાપતી જે નિષ્ણાંત હોય છે તેમના દ્વારા તલવાર, લાકડીની તાલીમ આપવામાં આવે છે. કરાટે જુડો કોચ નરેશ પ્રજાપતી દ્વારા બાળાઓને તાલીમ આપવામાં આવી રહી છે. જયારે ટાકરવાડા ગામના તલાટી હીરલબેનના સાથ-સહકાર અને અથાગ પ્રયત્નો દ્વારા દીકરીઓને સજજડ તાલીમ આપવામાં આવી રહી છે.