Western Times News

Gujarati News

સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા સેમિનાર “રીસન્ટ ટ્રેન્ડ ઈન ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી” યોજાયો

અત્યારે સમર્ગ વિશ્વ માં જયારે ગ્લોબલ વૉર્મિંગ ની સમસ્યા સળગતા પ્રશ્ન રૂપે છે ત્યારે ભારત સરકારે ગ્લોબલ વોર્મિંગ ની અસર ને ઘટાડવા ના પ્રયત્ન ના ભાગ રૂપે ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ને ફરજીયાત પણે બીએસ૪ થી સીધું બીએસ૬ નોર્મ્સ હેઠળ પ્રોડકશન કરવાનું જાહેર કર્યું છે ત્યારે ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી એ તેને આવકર્યું છે અને ઝડપતી તેના નવા વેહીકલ્સ ના પ્રોડકશન બીએસ૬ ના ધારા ધોરણ મુજબ નિર્માણ ચાલુ કરી દીધેલ છે.

બીએસ૬ નોર્મ્સ ને કારણે જે નવા વાહનો નું ઉત્પાદન થશે જે પ્રદુષણ ને નિયંત્રિત કરવામાં અગત્યનો ફાળો ભજવશે. આ ઉપરાંત વાહનો નું મેઇન્ટેનન્સ કિંમત પણ ઘણી ઓછી રહેશે.

સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ની મિકેનિકલ તથા ઓટોમોબાઇલ બ્રાન્ચ એ આ પહેલ ને ધ્યાન માં રાખી ને આજુ બાજુ ના ગ્રામીણ વિસ્તારો જેવા કે ટિંટોડા,સઈજ, પૂંદરાસણ, શેરથા, ભોયણ રાઠોડ, અડાલજ ના રહેવાસીઓ તેમ જ શાળા ના બાળકો ને શિક્ષિત કર્યા હતા અને બીએસ૬ નોર્મ્સ ના વાહનો નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

અધ્યાપકો એ લોકો ને આ સેમિનાર વિષે માહિતગાર કર્યા હતા તથા તેના ફાયદો અંગે ચર્ચા કરી હતી. આ સેમિનાર માં વિદ્યાર્થીઓ ને વેહીકલ્સ ના બેઝિક મેઇન્ટેનન્સ વિષે ખુબ જ ઉપયોગી માહિતી એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી હતી. આ સમર્ગ સેમિનાર નેક્સા મારુતિ ઑટોમોબાઇલ, ગાંધીનગર શાખા ના સહયોગ થી સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.