સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઇવેન્ટ યોજાઈ
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારત ની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે જે રોજિંદા અભ્યાસક્રમો સાથે વિદ્યાર્થીઓ ને સ્ટાર્ટઅપ, બિઝનેસ, ઇનોવેશન માં કારકિર્દી ઘડવા માટે તમામ સહાય પુરી પડે છે. યુનિવર્સિટી માં અત્યારે ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ની વિવિધ પ્રવૃતિઓ અને ઇનોવેશન પ્રોજેક્ટસ માં કાર્યરત છે.
તાજેતરમાં, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી હસ્તક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ, એન્જિનિરીંગ, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક બ્રાન્ચ દ્વારા વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય “થિન્ક વિથ ધ બોક્સ” ઇવેન્ટ નું આયોજન તા. ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજી હતી. આ ઇવેન્ટ માં પહેલા વર્ષ ના કુલ ૧૬૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઇવેન્ટ ની શરૂઆત માં વિદ્યાર્થીઓ ને બોક્સ, પેન્સિલ, સ્કેચપેન, કાતર, પેપરશીટ, ગુંદર જેવી સામર્ગીઓ આપવામાં આવે છે અને ઓન ધ સ્પોટ તેઓ ને કોઈ પણ એક પ્રોડક્ટ વિચારી ને તેનું પેકેજીંગ ડિઝાઈન કરી ને પ્રોડક્ટ ની બાકીના વિદ્યાર્થીઓ ને માહિતી આપીને તેને યોગ્ય ભાવ માં માર્કેટિંગ કરીને વેચાણ કરવાનું હોય છે. જેમાં પ્રોડક્ટ માટેની ટેગલાઈન, લોગો, સ્લોગન, પ્રાઈઝ, ફીચર્સ વિગેરે પ્રોડક્ટ ના પેકેજીંગ પર લખવાનું હોય છે.
આ ઇવેન્ટ યોજવા પાછળ નો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ, માત્ર નવીન વિચારો ડેવેલોપ કરી ને માત્ર પ્રોડક્ટ નું પેકેજ બનાવે તેટલું જ નહિ પરંતુ તેને યોગ્ય રીતે માર્કેટિંગ સ્કિલ્સ થી વેચાણ કરી ને રેવન્યુ જનરેટ કરે તે હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજના વૈશ્વિક ઔદ્યોગિક ક્ષેત્ર માં મંદી નું જે વાતાવરણ ની જે અસર છે તેને નાથવા માટે તેમ જ વધુ માં વધુ લોકો ને રોજગારી મળે તે માટે ભારત સરકાર એ ૨૦૧૫ માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ની શરૂઆત કરી હતી અને સ્ટાર્ટઅપ એ આજને યુવાનો માં ખુબ જ લોકપ્રિય અને પસંદગી નું કારકિર્દી સ્થાન પામ્યું છે. આજે યુવાનો કોર્પોરેટ નોકરી કરતા નાનો એવો ધંધો કરવાનું વધુ પસંદ કરે છે.