Western Times News

Gujarati News

સ્વસ્થ થયા બાદ ABCD ૩ની તૈયારીમાં રેમો વ્યસ્ત્‌

મુંબઈ: રેમો ડિસૂઝા બોલિવુડની સૌથી મોટી ડાન્સ ફિલ્મ એબીસીડી લઈને આવ્યો, જે ૮મી ફેબ્રુઆરી, ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. બાદમાં તેણે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મની સીક્વલ બનાવી જે ૨૦૧૫માં રિલીઝ થઈ. પહેલી ફિલ્મની રિલીઝના આઠ વર્ષ બાદ રેમો હવે ત્રીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તે મારી પ્રથમ ફિલ્મ હતી હું તેમ ન કહી શકું, પરંતુ તે મારી પહેલી કોમર્શિયલ ફિલ્મ હતી અને તે પણ મારી આખી ટીમ સાથે.

દર વર્ષે જ્યારે અમે તે સમયમાં પાછા જઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે જાણે ગઈકાલની જ વાત છે. યાદો હજુ એટલી તાજા છે. તે માત્ર મારા માટે જ નહીં પરંતુ આખી ટીમ માટે સ્પેશિયલ ફિલ્મ હતી. તે ડાન્સ ફિલ્મ હોવાથી અમે ઘણી તૈયારી કરી હતી. પરંતુ તે સમયે એ એટલી પણ અઘરી નહોતી કારણ કે ફિલ્મમાં દરેક વ્યક્તિ ડાન્સર હતી. અમે લૌરેનને અમેરિકાથી બોલાવી હતી, જે પોતે સારી ડાન્સર છે. મારે સ્ટોરી તૈયાર કરવામાં વધારે વાર લાગી કારણ કે ફિલ્મ માત્ર ડાન્સ વિશે નહોતી. જાે માત્ર ડાન્સ વિશે જ હોત

તો જેટલી ચાલી એટલી ન ચાલી હોત. ૨૦૧૫માં આવેલી એબીસીડી૨થી લઈને ૨૦૨૦ની સ્ટ્રીટ ડાન્સર, આટલા વર્ષમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર ડાન્સર તરીકે કેટલા વિકસિત થયા છે? ડાન્સની વાત કરીએ તો બંને ઘણા વિકસિત થયા છે અને પર્ફોર્મન્સમાં પણ. બંને એટલા વિકસિત થયા છે કે સ્ટ્રીટ ડાન્સરમાં તેમને પર્ફોર્મન્સ અને ડાન્સ આપતા જાેવા તે અદ્દભુત વાત હતી. પહેલા બે ભાગ કરતાં સ્ટ્રીટ ડાન્સરમાં ડાન્સ ઘણો અઘરો હતો, કારણ કે અમે ૨૦૨૦માં હતા. તેથી મારા માટે તેઓ વ્યક્તિ, પાત્રો, કલાકાર, પર્ફોર્મર તરીકે ઘણા વિકસ્યા છે. એ જ કે, હું પોતાને રોકી શકું નહીં. ફિલ્મે મને ન રોકાવાનું શીખવાડ્યું કારણ કે ડાન્સ ક્યારેય રોકાતો નથી. દર વર્ષે એક્સપ્લોર કરવા માટે કંઈક નવું હોય છે,

કહેવા માટે નવી વાર્તા હોય છે, તેથી હું ફિલ્મો બનાવતો રહ્યો. અમે જાણતા હતા કે, ડાન્સિંગમાં સંભાળી લઈશું. પરંતુ, અમે ફિલ્મ બનાવી રહ્યા હોવાથી સ્ટોરી મહત્વની હતી. તેથી, મેં મારી ડિરેક્શન સ્કિલ અને સ્કિલ પર ઘણું કામ કર્યુ. કોરિયોગ્રાફી માટે મારી પાસે અદ્દભુત ટીમ હતી. જે હંમેશા મારી સાથે રહેતી હતી. તેથી, મારી ટીમે મને બચાવી લીધો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.