સ્વસ્થ યુવતીને કોરોના વોર્ડમાં દાખલ કરી દીધી
લખનઉ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. દર્દીના સમાન નામના પરિણામે ગૂંચવાડો થયો અને કોરોના નેગેટિવ છોકરીને હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી. જ્યારે શંકાસ્પદ યુવતીની ફરી પરીક્ષણ કરાયું ત્યારે આ કેસ બહાર આવ્યો હતો.
જ્યારે આ બેદરકારી અંગે વિભાગને ખબર પડી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. ગુરુવારે મહિલાની ફરીથી તપાસ કરવામાં આવશે, જો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને રજા આપવામાં આવશે. આ મામલે સીએમઓ લખનઉ, ડો.નરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, હોસ્પિટલે સ્પષ્ટતા આપી છે. નામ બદલાયું છે, પરંતુ રિપોર્ટ સાચો છે, મહિલાનો રિપોર્ટ પોઝિટિવ છે. હોસ્પિટલે પણ આ માટે માફી માગી છે. શીશમહેલની રહેવાસી અલીઝા ઇબ્રાહિમ ૩ જૂને નોઈડાથી લખનૌ આવી હતી. અહીં આવ્યા બાદ પરિવારજનો તેને ચરક હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે અલીજાની તબિયત લથડી હતી. સારવાર પહેલાં કોરોનાની તપાસ કરવામાં આવી હતી.
અલીઝાનું ૨૭ જૂને પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે એટલે કે ૨૮ જૂને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અલીજાને લોકબંધુ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પિતા આબીદ ઇબ્રાહિમે કહ્યું કે બીજા દિવસે તેના આખા પરિવારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, તો પરિવારને શંકા ગઈ.
જ્યારે હોસ્પિટલ ફરી રિપોર્ટ લેવા ગઈ ત્યારે ત્યાં અલીજા તબસ્સુમના નામનો રિપોર્ટ આપવામાં આવ્યો, જોકે પુત્રીનું નામ અલીજા ઈબ્રાહીમ છે. ફરીથી તપાસ કરવામાં આવશે, નેગેટિવ આવ્યા પછી જ તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. તેમણે આ અંગે સીએમઓ કચેરીમાં માહિતી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે અહીં અલીજા તબસ્સુમનો રેકોર્ડ છે, જેમાં તમારી વિગતો ઉમેરાઈ ગઈ છે. તે જ સમયે, અલીજા તબસ્સુમ નામની દર્દી પોઝિટિવ આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અલીજા ત્રણ દિવસથી કોવિડ વોર્ડમાં રહે છે. બુધવારે તેને લોકબંધુ હોસ્પિટલના એક અલગ રૂમમાં ખસેડવામાં આવી છે, પરંતુ તેને રજા આપતા પહેલા તેની કોરોના તપાસ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ તેને ઘરે જવા દેવાશે.