સ્વાતંત્ર્ય દિનથી દેશમાં કોરોનાની રસી ઉપલબ્ધ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે સુખદ સમાચાર મળી રહયા છે તે પ્રમાણે ભારત કોરોનાની વેક્સિનની અંતિમ તબક્કાની તૈયારીઓ તરફ અગ્રેસર છે અને ૧પમી ઓગષ્ટના રોજ તેની જાહેરાતની સંપૂર્ણ શક્યતાઓ છે. આઈ.સી.એમ.આર અને બાયોટેકના સંયુક્ત ઉપક્રમે ‘કોવેકસીન’ રસીની ટ્રાયલ પૂર્ણ થવાની તૈયારીમાં છે ઉલ્લેખનીય છે કે આ વેક્સીનની બે ફેઝમાં ટ્રાયલ થઈ રહી છે. મોટેભાગે ૧પમી ઓગષ્ટે તેની જાહેરાત કરી દેવાશે.
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીનના વુહાનમાંથી કોરોના ફેલાયો છે. ચીન પછી અમેરિકા, ઈટાલી, બ્રાઝીલ, ભારત, પાકિસ્તાન, રશિયા સહિતના દેશોમાં કોરોનાની મહામારી ફેલાઈ છે બીજી તરફ મહાસત્તાઓ કોરોનાની વેક્સીનની શોધમાં લાગ્યા છે. અમેરિકા-ચીન સહિતના દેશો સંશોધન કરી રહયા છે. ભારતે પણ કોરોના સામે વેક્સીન પર સંશોધનની શરૂઆત કરી હતી.
કોરોનાનો ફેલાવો ધીમેધીમે ભારતમાં વધી રહયો છે. મોટા શહેરોમાં કોરોનાના કેસોએ જાર પકડયુ છે ધીમેધીમે ગ્રામ્ય વિસ્તારોને કોરોનાએ સાણસામાં લીધા છે કોરોનાના કેસો વધે નહી તે માટે વડાપ્રધાને પ્રારંભિક તબક્કામાં બે મહિના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ સમયગાળામાં કોરોનાનો ફેલાવો ઓછો હતો. મતલબ એ કે લોકડાઉનમાં કામ-ધંધા બંધ હતા.
જનજીવન ઠપ હતુ તેથી કોરોનાનું સંક્રમણ ઓછુ જાવા મળ્યુ હતુ પરંતુ અનલોક-૧ અને અનલોક-ર માં કોરોનાના કેસ ઉત્તરોતર વધી રહયા છે જેના પગલે અમુક રાજયોએ તો લોકડાઉન લંબાવી દીધુ છે પરંતુ હકીકત એ છે કે કોરોનાનો ૧૦૦ ટકા કોઈ દેશ પાસે હાલમાં ઈલાજ નથી. તેથી લોકડાઉન પણ કેટલુ લંબાવવુ તેને લઈને વિશ્વના દેશો ચિંતિત છે.
ભારત સહિતના દેશોએ તેથી જ લોકડાઉનને દૂર કરી અનલોકના બે તબક્કામાં પ્રવેશ કર્યો છે. જનજીવન થાળે પાડવા આ સિવાય છૂટકો ન હતો. કોરોનાની કોઈ દવા નહી હોવાથી વિશ્વના અનેક દેશો વેક્સીન શોધવાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા હતા. પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી અલગ અલગ પ્રકારની વેકસીનના હયુમન ટ્રાયલ (માનવીય અખતરા) શરૂ થયા છે.
તેમાં હજુ સફળતા મળતા લાંબો સમય લાગી શકે છે. બીજી તરફ ભારતે ખૂબ જ ઝડપથી કોરોનાની વેક્સીન તૈયાર થઈ જાય તે માટે સંશોધન હાથ ધર્યુ હતુ. ભારતના વૈજ્ઞાનિકો- ડોકટર્સ, એક્ષપર્ટ તથા વિવિધ કંપનીઓના તજજ્ઞોએ વેકસીન શોધવા સંશોધન શરૂ કરી દીધુ હતુ તેમાં ભારતને મહદઅંશે સફળતા મળી છે આઈ.સી.એમ.આર અન બાયોટેક કંપનીના સંયુક્ત પ્રયાસોથી ફેઝ-૧ અને ફેઝ-ર ના કલીનીકલ ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગયા છે વેકસીન તેના અંતિમ તબક્કામાં છે.
મોટેભાગે કોઈ વિધ્ન નહી આવે તો ૧પમી ઓગસ્ટના રોજ કોરોનાની સારવાર માટેની વેક્સીનની જાહેરાત કરી દેવાશે જેનુ ‘કોવેક્સીન’ નામ આપવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને અનાજ આપવાની જાહેરાત કરી હતી તે પહેલા તેમણે “કોરોનાની વેકસીન”ના સંદર્ભમાં બેઠક યોજી હતી તેથી એ દિવસે તેઓ વેકસીનની જાહેરાત કરશે તેવુ અનુમાન માધ્યમોએ લગાવ્યુ હતુ.
પરંતુ તે અટકળો ખોટી પડી હતી. પરંતુ હવે આઈ.સી.એમ.આર અને બાયોટેકના ઉપક્રમે કોરોનાની વેકસીનની ટ્રાયલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ૧પમી ઓગષ્ટના દિવસે સંભવતઃ તેની જાહેરાત કરી દેવાશે. જા આમ થશે તો કોરોનાની સામેની વેક્સિનની પ્રથમ તૈયાર કરનાર ભારત પ્રથમ દેશ બનશે કારણ કે અન્ય દેશો હજુ કોરોનાની રસીને લઈને કલીનીકલ ટ્રાયલના તબક્કામાં છે તેની સામે ભારત અંતિમ તબક્કામાં પહોચી ગયુ છે.
વેકસીન લગભગ તૈયાર હોવાનું કહેવાય છે. જે ફાઈનલ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગયા પછી ૧પમી ઓગષ્ટના રોજ તેની જાહેરાત કરી દેવાશે. કોરોના સામે વેકસીન શોધાશે તો ભારત સહિત વિશ્વના કરોડો લોકોને રાહત થશે સાથે-સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશાનું નવુ કિરણ જાગશે. સૌ પ્રથમ ભારતમાં તેનો ડોઝ રાખવામાં આવશે ત્યાર પછી તેની વિશ્વભરમાં નિકાસની પ્રક્રિયા હાથ ધરાશે.