સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ વિજયનગરમાં યુવા મોરચાનાના ઉપક્રમે વિશાળ મશાલ રેલી યોજાઈ

વાઘડિયા વડલા વિસ્તારમાંથી પ્રારંભ થઇ શહેરમાં થઈ બસ સ્ટેન્ડ પાસે સમાપન થયું
વિજયનગર, વિજયનગર શહેરમાં તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપક્રમે અખિલ ભારતીય સ્મૃતિ દિવસ નિમિત્તે
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ એક મશાલ રેલી યોજાઈ હતી .જેમાં કાર્યકરોનો મોટો સમુદાય જોડાયો હતો.
શહેરના વાઘડિયા વડલા વિસ્તારમાંથી નીકળેલી આ મશાલ રેલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધીરૂભાઇ પટેલ,તાલુકા સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ અને જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, યુવસ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ અને ટિમ સહિત ખૂબ મોટી સંખ્યામાં હાથમાં મશાલ લઈબે સૌ. જોડાયા હતા
અને હાથમાં પ્રવજલ્લિત મશાલ સાથે શહેરમાં. જુદા જુદા ફળિયાઓ,ગલીઓમાં પસાર થઈ હતી અને ઉમંગભેર આ રેલીમાં સૌએ જોડાઈને રેલીને સફળ બનાવી હતી.વિજયનગરના વાઘડિયા વડલા વિસ્તારમાંથી પ્રારંભ થયેલી આ અખિલ ભારતીય સ્મૃતિ દિવસ નિમિત્તે નીકળેલી રેલીનું વિજયનગર બસ સ્ટેન્ડ પાસે સમાપન થયું હતું.