Western Times News

Gujarati News

સ્વાત્ર્તાપર્વ ની ઉજવણી સોમનાથ મંદિર પરીસર સરદાર ચોક ખાતે કરવામાં આવી

75 માં સ્વાત્ર્તાપર્વ ની ઉજવણી સોમનાથ મંદિર પરીસર સરદાર ચોક ખાતે કરવામાં આવેલ હતી.  ધ્વજવંદન ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીના હસ્તે કરવામાં આવેલ. ધ્વજવંદન બાદ ભારતમાતાને પૂષ્પાંજલી, સરદાર વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવેલ.

પ્રસંગોચ્ચીત સંદેશ થી ઉપસ્થીત સર્વેને સંબોધીત કરતા ટ્રસ્ટી લહેરી સાહેબે જણાવેલ કે “આઝાદીને 74 વર્ષ વિત્યા સૌ અમૃત ઉત્સવ તરફ આગળ વધી રહ્યા છે, આપણે સૌ ભારત માતા ના સંતાનો છે,

દેશને મજબુત શક્તિશાળી બનાવવા સૌ એ આગળ આવવું જોઇએ. સરદાર પટેલ, ગાંધીબાપુ તેમજ આઝાદીમાં જેઓએ સર્વસ્વ અર્પણ કર્યું તેઆ તમામને યાદ કરેલ, સાથે જ સરહદ પર ફરજ બજાવી રહેલ જવાનો

, કોરોના વોરીયર ને તેઓએ યાદ કરેલ, સોમનાથ મંદિર માટે જેઓ  બલીદાન આપ્યા તે શહિદવિરો ને  યાદ કરી વંદન કરેલ.

કોરોનામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વર્ષ માં રાશન કીટ, આઇશોલેશન સેન્ટર, રાશન કીટ, નિઃશુલ્ક ટીફીન સેવા સહિતની સેવાકિય કામગીરી કરવામાં આવી તેમાં સહયોગી તમામ દાતાનીનો આભાર વ્યક્ત કર્યો હતો,

સાથેજ સર્વે ભવન્તુ સુખી નઃ ઉપનિષદ સાકાર કરવા સોમનાથ ના વિકાસ અને લોક કલ્યાણ માટે બનતી તમામ કાર્યવાહી ટ્રસ્ટ કરશે, તેમાં યાત્રી સહયોગ ની મળી રહે તેવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડીવાયએસપી એમ ડી ઉપાધ્યાય, એસ.આર.પી, જી.આર.ડી, હોમગાર્ડ, સોમનાથ ટ્રસ્ટ ના સુરક્ષાગાર્ડ, ટ્રસ્ટના અધિકારી કર્મચારી, ઉપસ્થીત યાત્રીકો વિગેરે જોડાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.