સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર અમદાવાદ ખાતે ચોપડા તથા લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું
શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્રારા પરંપરાગત ચોપડાનું પૂજન – તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ૬ ફૂટ લંબાઈ ૩ ફૂટ પોહોળાઈ ધરાવતા વિશાળ ચોપડોનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ ચોપડાના પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા ભારતમાં દિવાળીના દિવસે ચોપડાપૂજન કરાય છે. સરસ્વતી-લક્ષ્મી દેવી –શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરાય છે. સરસ્વતી દેવી જ્ઞાનરુપી પ્રકાશ આપે છે. માનવમાં સંસ્કાર અને ચારિત્ર્યનું સિંચન કરે છે. ચોપડાપૂજનમાં કંકુ, કેસર, કસ્તુરી, હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે.ચોપડાપૂજન વખતે બાજુમાં મોરના પીછાંને મૂકવામાં આવે છે.
નવા વર્ષમાં સૌમાં નીતીમત્તા, પ્રમાણિકતા,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,ભકિત ઉદય થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સૌ પૂજન,અર્ચન, આરતી – આરાધના કરે છે. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો – નુકશાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જાઈએ.અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબધ્ધ બનવું જાઈએ.એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે.
કુમકુમ મંદિરમાં છેલ્લા ૩૦ વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે શાસ્ત્રી
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ એ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં પ્રાર્થના કરી હતી કે, સહુ કોઈને ધંધામાં વેપારમાં સફળતા મળે. આર્થિક અને શારીરીક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સૌને ભગવાન સુખી કરે.