Western Times News

Gujarati News

સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર ”કોરોના વાઈરસથી ડરવાનું નથી, પણ તેની સામે લડવાનું છે”

કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ Documentary Clip ને આજથી જ દેશ-દુનિયા માં લોકો *“SWAMINARAYAN MANDIR KUMKUM” youtube channel ના માધ્યમ થી નિહાળી શકશે અને ઘણા પરિવારો તો સાથે બેસીને નિહાળી પણ રહ્યા છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના હસ્તે ”કોરોના વાઈરસથી ડરવાનું નથી, પણ તેની સામે લડવાનું છે” તે વિષય પર તૈયાર કરાયેલી Documentary Clip નું વિમોચન કરવામાં આવ્યું.

જેનો આજથી જ દેશ-દુનિયા માં દરેક વ્યક્તિ લાભ લઈ શકશે, આ કોરોના વાઈરસથી ડરવાનું નથી, પણ તેની સામે લડવાનું છે. તે ડોકયુમેન્ટરી અંગે માહિતી આપતાં સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,

આપણા ભારત ઉપર અનેક વખત વિદેશી આક્રમણો થયા છે, પરંતુ હજુ સુધી તેને કોઈ ધ્વંસ કરી શકયું નથી, કારણ કે, આપણા ભારતના એક એક નાગરીકના લોહીમાં ખુમારી રહેલી છે, તે આક્રમણ સામે, લડી લેવામાં માહીર છે.આજે એ જ ભારતીયો ઉપર વિદેશથી કોરોના વાયરસનું આક્રમણ થયું છે, ત્યારે આપણે તેનાથી ડરવાનું નથી, પરંતુ સહુએ એક થઈને લડવાનું છે. આ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે, સૌને પાયમાલ કરી દીધા છે, એ દ્રષ્ટીએ જોઈએ, તો ભારતમાં માત્ર અંશિક જ તેની અસર થઈ છે, એ ભગવાનની આપણા સહુ ઉપર કૃપા દ્રષ્ટિ છે. પરંતુ આપણે આ કોરાના વાયરસ રુપી દુશ્મનથી સાવધાન તો અવશ્ય રહેવું જ જોઈએ, સરકાર દ્રારા જે જે સૂચનો જાહેર થાય તેને આપણે અમલમાં મૂકવા જોઈએ અને સપોર્ટ તો કરવો જ જોઈએ. એમાં જ આપણા સહુનું હિત છે.

કોરોના વાયરસ કેવી રીતે ? કયાંથી ? અને કેવી રીતે ફેલાયો, અને તે વાયરસ થી બચવા માટે આપણે સાવધાની ના ભાગરુપે શું શું કરવું જોઈએ ? તે દરેક બાબતો આ ડોકયુમેન્ટરીમાં દર્શાવવામાં આવેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.