સ્વામી નારાયણના પ.પૂ.દેવનંદનદાસજી મહારાજનું નિધન
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વાસણા, સ્વામિ નારાયણ મંદિરના સંત દેવકીનંદન મહારાજના નિધનના સમાચાર મળતાં તેમના અંતિમ દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે. પ.પૂ.દેવનંદનદાસજી નું પ્રાગટ્ય સંવત ૧૯૮૯, ફાગણ વદ૧ ના દિવસે વાસણ ગામે થયુ હતુ. તેમનું મુળ નામ દેવુભા હતુ. સંવત ર૦૧રમાં તા.૩-૮-પ૬ના દિવસે તેમણે દિક્ષા લીધી હતી. અને ૧૯૮૭ની સાલમાં મંદિરની સ્થાપના કરી હતી.
બહારગામના હરિભક્તો માટે અંતિમ દર્શન સવારે ૮ થી ૧ર સુધીમાં કરી શકાશે. તેમની અંતિમ યાત્રા ર૪મી ઓગષ્ટના રોજ ગાંધીનગર સ્વામી નારાયણ મંદિરેથી બપોરે ર વાગ્યે નીકળશે. અને સ્વામી નારાયણ ધામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી ફેલાઈ છે.