સ્વામી વિવેકાનંદજીએ 1897માં કહેલું કે આગામી પચાસ વર્ષ ભારત માતાની આરાધના કરો
મંદિર : ચેતના કેન્દ્ર
મંદિર-ધ્વંસનું કાર્ય આસ્થા પર પ્રહાર કરી, હિન્દુ પ્રજાનો આત્મવિશ્વાસ તોડવા માટે મુસ્લિમ આક્રાંતાઓએ અપનાવેલી નરાધમતા હતી. એ કાળમાં હજારો સ્મારક ધ્વસ્ત થયાં જેમાં કાશીવિશ્વનાથ, મથુરાનું કૃષ્ણ સ્મારક અને અયોધ્યાનાં રામજન્મભૂમિ પરનું શ્રી રામ સ્મારક પણ સામેલ છે.
હિન્દુઓની ગૌરવહિન મનોદશા એ વ્યાપ ન વધે અને તલવારના તથા લોભ, લાલચ, પ્રપંચથી ધર્માંતરણને અમુક અંશે ખાળી શકાય એ માટે તત્કાલીન ધર્મ જાગરણ પ્રહરીઓએ- ખાસ કરીને ભક્તિ આંદોલનના સંતોએ “ઘર પૂજા” નો ખ્યાલ ઘોષિત કર્યો. જાહેર મંદિરોના તૂટવાથી સમાજમાં વ્યાપક ગ્લાનિ ભાવ આવે. ઘર ઘર સ્મારક હોય તો અનેક પરિવારોનો શ્રદ્ધાભાવ જળવાઈ રહે તથા દુશ્મનોથી મંદિરો સુરક્ષિત થઈ જાય અથવા કોઈ ભક્તના ઘેર આક્રમણ થાય તો “સ્મારક લુટાયું, તોડાયું” એ સ્વર મોટો ન બને પ્રજા પર આક્રમણ કર્યું એવી છાપ ઊભી થાય.
એ સંજોગોમાં “ઘર સ્મારક”નો પ્રયોગ ફળદાયી નીવડ્યો. હિન્દુ શ્રદ્ધા અકબંધ રહી અને દુશ્મનોની ચાલ અમુક હદે નિષ્ફળ થઈ.
પણ હવે સ્વતંત્ર ભારતમાં મૂળ સનાતની વિચાર મુજબ દિવ્ય અને ભવ્ય મંદિરો સમાજ જીવનમાં સાંસ્કૃતિક અને સામાજિક શક્તિ-કેન્દ્રના રૂપમાં પુન: પ્રસ્થાપિત થાય એ આવશ્યક છે. આવું થવાથી વ્યક્તિના સંસ્કારથી લઈને સામાજિક શિષ્ટાચાર અને સાંસ્કૃતિક કેળવણી એક સ્થાનથી મળતી થશે. સામાજિક સમરસતા પુષ્ટ થશે.
ઘર સ્મારક આપાતકાલીન વ્યવસ્થા હતી એ આપણે સ્વીકારવું રહ્યું. હવે તેના પ્રત્યે આસક્ત રહ્યે નહિ ચાલે અને આમેય ઘર નાંનાં થયા છે. ઘરની દરેક વ્યક્તીની વ્યસ્તતા વધી છે. ગુરુદ્વારા, દેરાસરની પ્રતિષ્ઠા-ખ્યાતી વધુ હોય તો તેનુ કારણ તેના અનુયાયીઓની નિયમિતપણે પૂજા-પ્રાર્થવા માટે આવતા હોય છે.
ઘરસ્મારકને લઈને સ્મારક જવાની સુટેવ વિલુપ્ત થઈ, અડોશી-પાડોશી, ગ્રામજનો, નગરજનોને જોવા મળવાનો એક અવસર જતો રહ્યો. મળવાથી આત્મીયતા કાયમ રહે, સુખ-દુ:ખમાં સાથ રહે, મળવાનું માધ્યમ અને ભકિત ભાવે, નિષ્કપટ મળવાનું કેન્દ્ર આપણને ઘણી શક્તિ આપતુ હતું તેનાથી આપણે વંચિત થયાં. એટલે દિવસમાં એકવાર મંદિરે જવાની ટેવ સૌ ફરી કેળવે, ભગવાનનાં દ્વાર સૌ માટે ખુલ્લાં છે. જે આવે તેને ભગવાન મળે એટલે છૂતાછૂતની કુરૂઢિ હજુ કોઈ સ્મારક વેંઢારતું હોય તો એ સ્મારક નથી. ત્યાં ભગવાન હોય જ નહીં. પ્રેમથી સમજાવીને સ્મારકના દ્વાર પ્રત્યેક આસ્થાવાન માટે ખોલવડાવી સાચી સમાજભક્તિ કરીએ.
નાનાં-નાનાં અસંખ્ય મંદિરો બાંધવાને બદલે આપણા સમાજની વિરાટતાને અનુરૂપ ભવ્ય મંદિરો અને તેની દિવ્યતા, પવિત્રતા, સામાજિક, સાંસ્કૃતિક ઉપયોગિતાની વૃદ્ધિમાં આપણું યોગદાન એ આપણી ભક્તિ.સામાજિક સેવા કાર્યો આ મંદર થકી થાય એ માટે આપણે સમયદાન આપીએ.
સ્વામી વિવેકાનંદજીએ 1897માં કહેલું કે આગામી પચાસ વર્ષ ભારત માતાની આરાધના કરો. બાકી બધાં દેવ-દેવી ભૂલી જાઓ. જાગૃત માતા, ભારતમાતા ભારતવાસીઓનું કલ્યાણ કરશે. જાગૃત નાગરિકો,મોટા ભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વામી વિવેકાવંદજીના આવાહનને ઝીલી લીધું અને એમની ધબકતી દેશભક્તિથી પચાસ વર્ષે દેશ સ્વતંત્ર થયો! સ્વામીજીની વાણી સાચી પડી.
આપણે કોઈ પણ દેવને માનતાં હોઈએ કે કોઈ પણ દેવી-ઉપાસક હોઈએ પણ આપણે સનાતની છીએ, વૈદિક છીએ, હિન્દુ છીએ, ભારતીય છીએ. આપણી વ્યક્તિગત શ્રદ્ધાઓનો સરવાળો- સમૂહગત શક્તિના રૂપમાં આવિર્ભાવ પામે એ સાવધાની જરૂરી છે. શિવ અને શક્તિ એક જ છે. દેવ-દેવી માં કોઈ ભેદ નથી. આરાધ્યોના ભેદ એ ભેદ નહિ, વિવિધતા છે, સામર્થ્ય છે, અનેક શક્તિ સ્વરૂપોની સાધના છે.
સ્વામી વિવેકાનંદજી એટલે જ કહે છે કે –“ઓમ્ નું સ્મારક”બનાવો. ઓમ્ માન્ય ન હોય તેવો એકેય હિન્દુ સંપ્રદાય નથી. સૌ ત્યાં મળે-પોતાની સાધના ઉપાસનાની સારપ સૌ સમક્ષ રાખે. સંવાદ સધાય એક બને મજબૂત બને. આવા સ્થાનમાં કોઈ એ કોઈના વિશે ખરાબ અથવા અયોગ્ય બોલવાનું નહિ. “વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી ના સંસ્થાપક માન.એકનાથજી રાનડેએ કેન્દ્રના ગુરુસ્થાને ‘ઓમ’ ને સ્વીકારેલ છે. કેન્દ્ર ગુરુ‘ઓમ્’ ને દરેક કાર્યકર્તા ગુરુ તરીકે માન આપે છે. ‘ઓમ્’ એ નાદ બ્રહ્મ છે. બ્રહ્મ જ સર્વના ગુરુ એવી શ્રદ્ધાને કારણે ઉદાત્ત ગુરુ પરંપરાની જે વર્તમાન-વ્યક્તિપૂજા જેવી દયનીય સ્થિતિ થઈ છે તેનાથી બચવાનો અને સંપ્રદાયોના જંગલમાં ભૂલા પડવાથી ઊગરવાનો સારો ઉપાય સૌએ અનુસરવા જેવો છે.
નરેન્દ્ર ત્રિવેદી- ગુજરાત પ્રાંત પ્રમુખ, વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી.