સ્વામી શ્રી અધ્યાત્માનંદજીના ષોડશી-ભંડારાની વિધિ સંપન્ન થઈ
અમદાવાદ, શિવાનંદ આશ્રમ અમદાવાદના પૂર્વ અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજીની ષોડશી-ભંડારાની વિધિમાં દેશભરમાંથી અગ્રગણ્ય મહામંડલેશ્વરો તેમજ સંતોએ હાજરી આપેલ, જેમાં કર્ણાટકના ચૂનચૂનગિરિ ગોરખનાથપીઠના જગતગુરૂ સ્વામી નિર્મલાનાથજી તેમજ શિખ ધર્મના મહંત જ્ઞાનેદેવસિંગજી, સ્વામી શ્રી માધવપ્રિયદાસજી,
સ્વામી શ્રી વિદિતાત્માનંદજી, હરિદ્વારના સ્વામી શ્રિ હરિબ્રહ્મેન્દ્રાનંદજી, અલવરના સ્વામી મુકતાનંદજી, ધોલેશ્વરના શ્રી રામસ્વરૂપદાસજી, શંભુનાથજી, મુંબઈ સન્યાસ આશ્રમના મહામંડલેશ્વર સ્વામી વિશ્વેસ્વરાનંદજી, સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી ઉપરાંત અન્ય સંતો-મહંતોએ હાજરી આપેલ હતી.
આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ દેવવૃત આચાર્ય અતિથિવિશેષ તરીકે હાજર રહેલ એ તેઓએ સંત સભાને સંબોધતા જણાવેલ કે સ્વામી અધ્યાત્માનંદ સાથે તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ, જ્ઞાન, સાહજિકતા- સરળતા અને મિલનસાર સ્વભાવની પ્રતીતિ થયેલ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ પોતાના ઉદ્બોધનમાં શિવાનંદ આશ્રમની યોગાભ્યાસની પ્રવૃત્તિઓ તેમજ સેવાકાર્યોની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે અને તેનો વિકાસ કરવામાં આવશે.
સ્વામી અવધેશાનંદજી નાદુરસ્ત તબીયતના કારણે હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેઓએ સ્વામી પરમાત્માનંદજીની નિયુક્તિની સરાહના અને શુભેચ્છા પાઠવેલ.