સ્વાર્થ સર્પનો ડંખ- સ્વાર્થસર્પ ભયંકર છે. તે આખા યુગાના ઉદ્વારકને પણ ડંખ દીધા વિના જંપતો નથી.
કાર્લ કેપેકે એક સુંદર વાત કહી છેઃ
કાલ સુધી તે ઈસા મસીહાનાં વખાણ કરતાં ધરાતો ન હતો અને એમ કરીને તે પોતાના જીવનને કુતાર્થ સમજતો હતો. પણ, આજ સવારમાં જયારથી એણે પાંચ રોટલીના ચમત્કારની ઘટના સાંભળી છે ત્યારથી જાણે તેના પગ તળેથી ધરતી ખસી ગઈ છે, આકાશ તૂટી પડયું છે, આંખો સામે અંધકાર છવાઈ ગયો અને એનું અંગાંગક્રોધથી કંપી રહયું છે.
એના મિત્રને આશ્ચર્ય પામતાં પૂછયુંઃ એવી તે શી વાત છે કે તું આટલો બધો ગુસ્સે ભરાયો છે ?’
પેલાએ જીજ્ઞાસુ મિત્રને જવાબ આપ્યોઃ ‘આમ તો હું ઈસા મસીહનો શત્રુ નથી. નિઃસંદેહ તે એક સિદ્ધ પુરુષ છે. એમના દિવ્ય સ્પર્શથી અસાધ્ય રોગીઓ પણ સ્વસ્થ બની જાય છે તેમણે ભૂત-પ્રેતથીહેરાન થતા લોકોને પણ નવજીવન આપ્યું છે. એ બધી કાંઈ સાંભળવામાં આવેલી વાતો નથી, પણ મે મારી આંખોએ જાયેલું છે.’
તો પછી એમની સામે વળી તારે શી ફરિયાદ છે ?’ “ મે એમનાં ધર્મ-પ્રવચનો સાંભળ્યાં છે. એમની વાણીમાં ડુંગરનાં સરળ મધુર ઝરણાં જેવી મીઠાશ છે. એમની વાણી સાંભળતાં જ કરૂણાનાં અસંખ્ય ઝરણાં વહે છે.મને એકવાર એવું થઈ ગયેલું કે, આ બધી કડાકૂટ છોડીને એમના પવિત્ર પથનો અનુગામી બની જાઉ. એક વખત તો મે મારા ભાઈને પણ સંભળાવી દીધું હતું કે,‘અરે મૂર્ખ ! તન-મનનું ચૂર્ણ કરી દેનાર આ સંસારચક્રમાં કયાં સુધી સમય બગાડતો રહીશ. જે કાંઈ તારી પાસે તે ગરીબોમાં વહેચી દે અને એની પાછળ ચાલી નીકળ. એનાં પગલામાં મુકિત અને આનંદનું ચિરંતન તીર્થ છે.”
‘અલ્યા ! તને સનેપાત તો નથી થઈ ગયો ને ? ફરિયાદનું રૂદન કરી રહયો છે અને મને તો એનાં ગુણગાન સંભળાવી રહયો છે !’
‘ ક્ષમા કરો, ભાઈ ! એ વ્યકિત પાસે કોણ જાણે કેવુંય સંમોહન છે. ખેર, તો સાંભળો… હું કહી રહ્યો હતો કે તે ગરીબોની દવા મફત કરે છે. ભયંકર રોગોમાંથી સાજા કરે છે. પણ જયારથી એણે પાંચ રોટલીનો ચમત્કાર બતાવવાનો શરૂ કર્યો છે. ત્યારથી તો જાણી લોકે તેણે અમારી આખી ભઠીયારાઓની જમાત પર ભીષણ અન્યાય કરવાનો જ પ્રારંભ કરી દીધો છે. એમ મને લાગે છે. એ અમારો સમુળગો નાશ કરવા જ પાછળ પડયો છે.’
‘આ તું શું કહે છે ? એ સાધુ પુરુષ તમારો નાશ કરવાની ઈચ્છા રાખે ?’ ‘ત્યારે શું હું તારી આગળ જુઠું બોલું છું ? જરા શહેરોમાં તો જાઈ આવ. તને પોતાને ખબર પડી જશે કે શહેરના રોટલીઓ બનાવનારાઓ તમામ તેની વિરૂધ્ધ સરઘસ કાઢવાના છે.
‘ પણ એમ બન્યું શી રીતે ?ગઈ કાલ સુધીના એના પરમ ભકતો આજે એકાએક એના શત્રુ શી રીતે બની બેઠા ?’
ભઠિયારાએ કહેવાનું શરૂ કર્યુંઃ “કહેવાય છે કે એક દિવસ એ પોતાના શિષ્યો સાથે કોઈ ડુંગર પ્રદેશમાં જઈ રહયો હતો. તેની પાછળ હજારો લોકો મંત્રમુગ્ધ ચાલતા હતા. સાંજ થયેલી જાઈને થોડાઅનુચરો એની પાસે પહોચ્યા અને કહેવા લાગ્યાઃ ‘ભગવાન ! અહીથી આગળ તો રેતી છે અને અન્ન જળ વિના આપણને તકલીફ પડશે, એટલે આ બધાઓને કહી દો કે કોઈ પાસેના ગામમાં જઈને ખાવાપીવાની વ્યવસ્થા કરી લે.’ પણ તમે જાણો છો ? એ દયાળુ માણસે પોતાના શિષ્યોને શું કહ્યું ?”
‘શું કહ્યું ?’
“ ઈસા મસીહે કહ્યુંઃ એમને કયાંય જવાની જરૂર નથી. જે કાંઈ તમારી પાસે છે. એમાંથી એમના ખાવાપીવાનો પ્રબંધ કરો.
ત્યારે ગભરાઈ ગયેલા શિષ્યોએ કહ્યુંઃ ‘ભગવન ! એ તો કેવી રીતે શકય બને ? અમારી પાસે તો ફકત પાંચ રોટલીઓ અને બે માછલીઓ જ છે.’ સાંભળીને તેમણે એ રોટલીઓ અને માછલીઓ પોતાની પાસે મંગાવી અને હાથમાંપકડી, હાથ આકાશ તરફ ઉચા કરી થોડીવારધરી રાખી, પછી રોટલીઓ અને માછલીઓનું મિશ્રણ બનાવી લોકોમાં વહેચી દીધું. સેકડો લોકોની ભુખ તત્કાળ શાંત થઈ ગઈ.’
હવે તમે જ કહોઃ પાંચ રોટલી અને બે માછલીઓમાંથી જયારે પાંચ હજાર માણસોનું પેટ ભરવું શકય બને, ત્યારે અમારા ભઠીયારાઓના ધંધાનું સત્યાનાશ જ વળી જવાનું ને ? ચોકકસ ઈસા મસીહ અમારા જેવા ભઠીયારાઓનો મહાન શત્રુ છે, અને આવો અત્યાચાર અમારી કોમ કદાપી સહન નહી કરે. એટલે આ માણસ જા ફરી જેરૂસલેમમાં આવશે તો હું ચીસો પાડીને બધાઓને કહીશ કે, ‘આ દુષ્ટને ક્રૂસ પર ચઢાવી દો.’ કારણ કે એ ભઠિયારાઓનો દુશ્મન છે.”
સ્વાર્થસર્પ ભયંકર છે. તે આખા યુગાના ઉદ્વારકને પણ ડંખ દીધા વિના જંપતો નથી. સ્વાર્થમાં અંધ બનેલો માનવી પોતાનું સઘળું ખોઈ દે છે. સારાપણું ખોઈ દે છે. જેમ સમુદ્રમાં નદીઓ લુપ્ત થાય છે, તેમ સ્વાર્થ એવી જેલ છે, જેઆત્માને કેદી બનાવી દે છે, ધર્મભ્રષ્ટ કરે છે. જો કર્મોના મુળમાં સ્વાર્થ હોય, તો તે આપણને સાચા સુખની પ્રાપ્તિથી વંચીત રાખે છે. સ્વાર્થમુલક કર્મો સાચું સુખ ન આપે.