સ્વાસ્થ્યનો હવાલો આપીને સિધ્ધુએ કોર્ટમાં સરેન્ડર ટાળ્યું

નવી દિલ્હી, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ નવજાેતસિંહ સિદ્ધુએ આજે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું પરંતુ હવે તેમણે પોતાના હેલ્થ પ્રોબ્લેમનો હવાલો આપીને આ માટે વધુ સમયની માગણી કરી છે. આ તરફ સિદ્ધુની ક્યુરેટિવ પિટીશન પર સુનાવણી દરમિયાન બેંચ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તેને ચીફ જસ્ટિસની બેંચ સામે રજૂ કરવામાં આવે.
હકીકતે સુપ્રીમ કોર્ટે ૧૯૮૮ના રોડ રેજ કેસ મામલે ગુરૂવારે સિદ્ધુને ૧ વર્ષની સજા સંભળાવી હતી. આ કેસમાં આજે સિદ્ધુએ સરેન્ડર કરવાનું હતું પરંતુ તે શક્ય નથી બન્યું. સિંઘવીએ જસ્ટિસ ખાનવિલકરની બેંચ સમક્ષ જણાવ્યું કે, આ જૂનો કેસ છે અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ છે.
આ કારણસર અમુક સપ્તાહના સમયની જરૂર છે. જાેકે સિંઘવીએ એમ ન જણાવ્યું કે, સિદ્ધુને સ્વાસ્થ્યની શું સમસ્યાઓ છે. બીજી તરફ પીડિતના વકીલે સિદ્ધુની અરજીનો વિરોધ કર્યો છે. એમ કહેવામાં આવ્યું છે કે, આ જૂનો કેસ છે અને છેક હવે ન્યાય મળ્યો છે.
ખાનવિલકરે જણાવ્યું કે, તેમના પાસે આ કેસનું ફાઈલિંગ નથી. તેવામાં ચીફ જસ્ટિસ સમક્ષ અરજી દાખલ કરવી જાેઈએ.
સજાની જાહેરાત બાદ ગઈકાલે સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ કાયદાનું પાલન કરશે. આજે સવારથી તેમના સરેન્ડર માટેનો માહોલ બનેલો હતો.
ત્યારે આ બધા વચ્ચે સિદ્ધુ તરફથી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે.
વર્ષ ૧૯૮૮ના રોડ રેજ કેસ મામલે સુપ્રીમ કોર્ટે સિદ્ધુને ૧ વર્ષની સજા સંભળાવી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાથી ખુલ્યો હતો.
પીડિતોએ મે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના ર્નિણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી જેનો કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન ગુરૂવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યો હતો.ss2kp