સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવીયાએ કચેરીની બહાર આઇડિયા બોકસ મુકયું
નવીદિલ્હી: નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જાેવા મળશે. વાત એમ છે કે ગુજરાતી મૂળના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે ”આઇડિયા બોક્સ”
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવીયા દ્વારા અમલમાં લાવવામાં આવેલો આ પ્રયોગ મંત્રાલયની કાર્યપદ્ધતિમાં ફેરફાર લાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આઇડિયા બોક્સ એક લાકડાનું બોક્સ છે જે ઓફિસની બહાર લગાવવામાં આવેલું છે અને તેના પર કેપિટલ લેટર્સમાં મોત અક્ષરે ેઆઇડિયા બોકસ એવું લખી દેવામાં આવ્યું છે.
ચાર્જ સંભાળ્યા બાદ માંડવિયાએ મંત્રાલયના અધિકારીઓ પાસે સૂચન માગ્યા હતા. તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં કામગીરીમાં ફેરફારની વાત પણ કરી હતી. ત્યાર બાદ કરવામાં આવેલો પ્રથમ પ્રયોગ છે આઇડિયા બોક્સ. આઈડિયા બોક્સ મંત્રાલયના અનેક પડકારો-સમાધાન માટે ઉપયોગી થશે
આ અગાઉ પોર્ટ્સ એન્ડ શિપિંગ મિનિસ્ટ્રીમમાં પણ તેમણે કઈ રીતે પ્રશ્નો શોધવા માટે વ્યવસ્થા કરેલી હતી તે અંગે પોતાના અધિકારીઓને વાકેફ કર્યા હતા. આ સિવાય અધિકારીઓના સૂચનો પણ આવકાર્યા હતા. ઘણીવાર અધિકારીઓ તેના ઉપરી પાસે સમસ્યા લઈ જતાં ખચકાટ અનુભવતા હોય છે. પરંતુ હવે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ તેમની સમસ્યા અને સમાધાન વગેરે આ બોક્સમાં નાખી શકશે. જે મંત્રાલયની કાર્યપ્રણાલીમાં નવા પ્રાણ ફૂંકશે એવું માનવામાં આવી રહ્યું છે.