Western Times News

Gujarati News

સ્વાસ્થ્ય સેવામાં કેરળનો શ્રેષ્ઠ દેખાવ, યુપીમાં ખરાબ સ્થિતિ

નવી દિલ્હી, કોરોનાએ સમગ્ર દેશની બિસમાર હાલતની સ્વાસ્થ્ય સેવાઓને જનતા સામે ઉજાગર કરી છે. આ વચ્ચે નીતિ આયોગે તે રાજ્યોની યાદી જાહેર કરી છે જ્યાં સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓ શ્રેષ્ઠ છે અને જે રાજ્યોની સ્થિતિ ઘણી જ દયનીય છે. નીતિ આયોગના ચોથા સ્વાસ્થ્ય સૂચકાંક અનુસાર સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના પ્રદર્શનના મામલે મોટા રાજ્યોમાં કેરળ એકવાર ફરીથી મોખરે છે. ઉત્તર પ્રદેશમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે.

રિપોર્ટસ અનુસાર તમિલનાડુ અને તેલંગાણા સ્વાસ્થ્ય ધોરણોના મામલે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે. ત્યાં નાના રાજ્યોમાં મિઝોરમ સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના પ્રદર્શનમાં ઉચ્ચ સ્થાને છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી અને જમ્મુ-કાશ્મીર અત્યાર સુધી સમગ્ર પ્રદર્શનના મામલે નીચલા સ્થાને હતા પરંતુ સ્થિતિમાં સુધાર કરવાના મામલે બંને રાજ્ય અગ્રણી સ્થિતિમાં પહોંચી ગયા છે. આ પ્રકારે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૮-૧૯ ની સરખામણીએ ઉત્તર પ્રદેશ વર્ષ ૨૦૧૯-૨૦માં સ્થિતિમાં સુધાર કરવાના મામલે ઉચ્ચ સ્થાને છે.

રિપોર્ટ અનુસાર ભલે કેરળ અને તમિલનાડુ સૂચકાંકમાં ક્રમશઃ પહેલા અને બીજા સ્થાને હોય પરંતુ વૃદ્ધિશીલ પ્રદર્શનના મામલે બંને રાજ્ય ૧૨માં અને આઠમાં સ્થાને રહ્યા. તેલંગાણાએ સમગ્ર પ્રદર્શનની સાથે-સાથે વૃદ્ધિશીલ પ્રદર્શન બંનેમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ.

સૂચકાંકમાં સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના મામલે ઉત્તર પ્રદેશ સૌથી નીચલા સ્થાને છે તો બિહાર અને મધ્ય પ્રદેશની પણ સ્થિતિ દયનીય છે. બંને રાજ્ય ખરાબ પ્રદર્શનના મામલે બીજા કે ત્રીજા સ્થાને રહ્યા. રાજસ્થાન સમગ્ર પ્રદર્શન અથવા વૃદ્ધિશીલ પ્રદર્શન બંનેના મામલે સૌથી કમજાેર રાજ્ય રહ્યુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.