સ્વિટઝર્લેન્ડની જેમ ભારતમાં પણ હવે બરફનું શહેર બનશે

નવી દિલ્હી, તમે જાેજિલા પાસનું નામ સાંભળ્યું જ હશે. જમ્મુ-કાશ્મીરના કારગિલમાં આવતા આ પર્વત પર વર્ષના નવ મહિના સુધી જઈ પણ નથી શકાતું, જ્યારે તે બરફની જાડા ચાદરથી ઢંકાયેલ હોય ત્યારે ત્યાં જવાનું વિચારવું પણ અઘરું બની જાય છે. જાે કે, દરેક વ્યક્તિ બરફની આ દિવાલો વચ્ચેથી પસાર થવાની અને સફેદ પર્વત શિખરો જાેવાની ઇચ્છા રાખે છે. દરેક વ્યક્તિ પ્રકૃતિના આ અદ્રશ્ય સ્વરૂપને જાેવા માંગે છે. અત્યાર સુધી લોકો તેમનો આ શોખ બોલિવૂડ ફિલ્મો કે કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જઈને પૂરા કરતા હોય છે, પરંતુ હવે આ પ્રકારના મુસાફરો માટે કેન્દ્ર સરકાર વધુ એક સારું પર્યટન સ્થળ બનાવવાની યોજનાઅ પર વિચાર કરી રહી છે.
કારગિલના ઝોજિલા પાસથી લેહ જાેડ મોર સુધીના ૧૯ કિલોમીટરના અંતરે બરફનું એક શહેર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. આ શહેર એવી જગ્યાએ હશે જ્યાં ઠંડીમાં ત્રણથી ચાર મીટર સુધી બરફ હોય. અહીં સ્વિસ એન્જિનિયરની મદદથી શહેર સ્થાપવાની યોજના છે, જે ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર આપશે અને વિશ્વભરમાંથી પર્યટકોને આકર્ષિત કરશે.
હિમાલયની ૨૪૧૦ કિલોમીટર લાંબી પર્વતમાળા છે, જેનો મોટો ભાગ મોટાભાગના લોકો માટે અદ્રશ્ય છે અને આ અદ્રશ્ય ભાગનો એક ભાગ સ્વિટ્ઝર્લન્ડના દાવોસની તુલનાએ વિકસિત કરવાનો ર્નિણય ભારત સરકારે લીધો છે. દાવોસ વસાર નદીના કિનારે આવેલું સ્વિટજરલેન્ડનું એક ખૂબ જ સુંદર શહેર છે.
જ્યાં પારો મોટા ભાગે માઈનસમાં રહે છે અને સ્વિસ આલ્પ્સ પર્વતમાળાની બંને પ્લાકોર અને અલ્બ્યુલા રેન્જ શહેરની બંને બાજુએ જાેવા મળી રહી છે. એવું કહેવામાં આવે છે કે તે યુરોપનું સૌથી ઉંચું શહેર છે, જે સ્વર્ગમાં જતા પહેલાનું શહેર છે, પરંતુ ૨૮ હજાર પ્રવાસીઓના આવાસથી આ શહેર સ્વિસ સ્વર્ગ બની ગયું છે, હવે આવું જ એક નવું શહેર ભારતમાં પણ બનશે જેનાથી પર્યટન વધશે અને રોજગાર પણ મળશે.SSS