સ્વિત્ઝર્લેન્ડ પાસેથી ભારતને સિક્રેટ બેંક ખાતાની ત્રીજી યાદી મળી

(એજન્સી) નવીદિલ્હી, પેન્ડોરા પેપર્સમાં ઘણા ભારતીયોના નામ બહાર આવ્યાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં હવે સ્વિસ ખાતાની વિગતો સામે આવી રહી છે.
સ્વિત્ઝર્લેન્ડ દ્વારા ભારતને ગુપ્ત સ્વિસ બેેક ખાતાઓની માહિતી દર્શાવતી ત્રીજી યાદી સુપરત કરવામાં આવી છે. આ યાદીમાં મોટાભાગના ઉદ્યોગપતિઓ, તેમજ કારોબારીઓ, કેટલાંક નાગરીકો અને કંપનીઓના નામ સામેલ હોવાનુૃ માનવામાં આવે છે.
યુરોપના આ દેશ દ્વારા ૯૬ દેશો સાથે કરવામાં આવેલી સમજુતી મુજબ ૭૦ દેશના કુલ ૩૩ લાખ ખાતાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે વધુ ૧૦ દેશો ખાતાઓની માહિતીની આપ-લે કરવામાં સામેલ થયા છે. જેમાં એન્ટીગુઆ અને બારમુડા, અઝરબૈઝાન, ડોમિનિકા, ઘાના, લેબેનોન, મકાઉ, પાકિસ્તાન, કતાર, સમોઆ અને વુઆતુ સામેલ છે. ભારતને સતત ત્રીજા વર્ષે સ્વિસ ખાતાઓની માહિતી આપવામાં આવી છે.