સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન
મુંબઈ, રિયાલિટી ટીવી સ્ટાર અને બિઝનેસમવુમન કિમ કાર્ડાશિયન ફરી એકવાર ચર્ચામાં છે. કેમ કે તેણે ફરી એકવાર પોતાની સિઝલિંગ અદાઓથી ફેન્સની ગરમી વધારી દીધી છે. કિમ કાર્ડાશિયન એક સ્પોર્ટ્સ મેગેઝીનના સ્વિમશૂટ ઈશ્યુ ૨૦૨૨ની કવર ગર્લ બની છે.
કિમ કાર્ડાશિયને મેગેઝીનના કવર પર પોતાની ગ્લેમરસ તસવીરોથી કહેર મચાવ્યો છે. મેગેઝીનના ફોટોશૂટની આ સ્વિમશૂટ તસવીરોને કિમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોસમાં કિમના ગ્લેમરસ અંદાજના જેટલાં વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તસવીરોમાં કિમ કાર્ડાશિયનનો બોલ્ડ અંદાજ જાેવા મળે છે. પાણીમાં સેન્સુઅલ પોઝ આપતાં કિમ દરેક તસવીરમાં આગ લગાવી રહી છે.
કિમ કાર્ડાશિયન ક્યારેક બિકિની તો ક્યારેક સ્વિમશૂટમાં જાેવા મળી રહી છે. કિમ પાણીમાં તરતા પોઝ આપી રહી છે. તો ક્યારેક બાઈકમાં બેઠેલી જાેવા મળે છે. કિમની દરેક તસવીરોને જાેઈને તમે તેના ચોક્કસ દિવાના બની જશો. હંમેશાની જેમ તેણે આ તસવીરોમાં પોતાની ટોન્ડ બોડી, સેક્સી ફિગર બતાવ્યું છે. કિમની ફિગર ફેન્સને ફિટનેસ માટે હંમેશા પ્રેરણા આપે છે.
સ્પોર્ટ્સ મેગેઝીનના ફોટોશૂટ માટે કિમ એક પરફેક્ટ પર્સનાલિટી છે. કિમ કાર્ડાશિયન સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ઘણી એક્સાઈટેડ છે.
આ ફોટોશૂટ જાન્યુઆરીમાં થયું હતું. તેને સિક્રેટ રાખવું કિમ માટે ઘણું મુશ્કેલ હતું. જ્યાં ફોટોશૂટ થયું હતું તે જગ્યા કિમની ફેવરિટ છે. કિમનો આ સ્પોર્ટી લુક ડોમિનિકન રિપબ્લિકમાં જાેવા મળ્યો હતો. કિમની દરેક તસવીરો પર હાર્ટ ઈમોજી અને લાઈક આવી રહી છે.
આ તસવીરો પર ૩.૫ મિલિયનથી વધારે લોકોએ લાઈક કરી છે. જ્યારે ૨૩ હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કિમ કાર્ડાશિયનના ઈન્સ્ટાગ્રામ પર ૩૧૧ મિલિયન ફોલોઅર્સ છે.SS1MS