Western Times News

Gujarati News

સ્વિમિંગમાં ચીને યુએસ, ઓસી.ના વર્ચસ્વને તોડ્યું

ટોક્યો: ટોકિયો ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ચીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના છેલ્લા ૨૫ વર્ષથી જામેલા વચર્સ્વને તોડી નાંખ્યુ છે.

ચીની ચાર મહિલા સ્વિમર્સે ફ્રી સ્ટાઈલ સ્વિમિંગની ૪*૨૦૦ મિટરની રીલે રેસમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સ્પર્ધકોને પછાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.સ્વિમિંગની આ ઈવેન્ટમાં ૧૯૯૬થી અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા ગોલ્ડ મેડલ જીતતુ હતુ પણ આ વખતે ચીનની ચાર મહિલાઓએ સાત મિનિટ અને ૪૦.૪૪ સેકન્ડના સમયમાં આ સ્પર્ધા જીતી હતી અને નવો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો હતો.

સિલ્વર મેડલ અમેરિકાને મળ્યો હતો. અમેરિકન મહિલાઓએ ૭ મિનિટ અને્‌ ૪૦.૭૩ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ૭ મિનિટ અને ૪૧.૨૯ સેકન્ડનો સમય લીધો હતો. આ પહેલા ૪*૨૦૦ મિટરની રિલેમાં અગાઉનો વર્લ્‌ડ રેકોર્ડ ૭ મિનિટ અને ૪૧.૫૦ સેકન્ડનો હતો અને આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. જાેકે ચીનની મહિલા સ્વીમર્સે હવે નવો વર્લ્‌ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આમ તો આ સ્પર્ધા જીતવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ ફેવરીટ હતી. કારણકે ઓસ્ટ્રેલિયાની સ્વિમિંગ સ્ટાર ટિટમસ આ પહેલા ૨૦૦ મીટર અને ૪૦૦ મિટરની સ્વિમિંગ રેસમાં ગોલ્ડ જીતી ચુકી હતી અને આ ઈવેન્ટમાં પણ તે ઉતરવાની હતી. જાેકે ચીને આશ્ચર્ય સર્જીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન ટીમને હરાવી હતી. સ્વિમિંગમાં ચીનનો બીજાે ગોલ્ડ છે. આ પહેલા ૨૦૦ મીટરની બટર ફ્લાય રેસમાં ચીન ગોલ્ડ જીતી ચુકયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.