સ્વીફટ ગાડીમાં ૩૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડ્યો
પોલીસ અધિક્ષક સાહેબ ખેડા – નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓના માર્ગદર્શન હેઠળ એચ.બી.ચાહાણ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે . નાઓએ પ્રોહીબિશનના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ જે આધારે નડીયાદ ટાઉન પો.સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા .
દરમ્યાન અ.પો.કો સહદેવભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નડીયાદ ડાકરોથી અમદાવાદ તરફ જવાના ટોલબુથ પાસેથી મારૂતી સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.૦૧.આર.એન. ૨૮૮૨ માં ભરેલ દેશી દારૂ ૩૦૦ લીટર મળી કુલ્લે રૂ . ૧,૦૯,૧૦૦ / – ના પ્રોહિ મુદ્દામાલ સાથે આરોપી વિજયભાઇ પ્રભાતભાઇ ઉર્ફે લબ્બાભાઇ તળપદા રહે . ગામ ચલાલી , ગીરધરનગર મોટી કેનાલ પાસે તા.નડિયાદ જી.ખેડા નાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી વિજયભાઇ પ્રભાતભાઇ ઉર્ફે લબ્બાભાઇ તળપદા રહે . ગામ ચલાલી , ગીરધરનગર મોટી કેનાલ પાસે તા.નડિયાદ જી.ખેડા