સ્વ. કેપ્ટન અનીલ દેવને સ્મરણાંજલિ અર્પણ કરવા બલ્ડ ડોનેશન કેમ્પ યોજાયો
(તસ્વીરઃ અશોક જાેષી) સ્વર્ગીય કેપ્ટન અનીલ દેવ ને સ્મરણાંજલિ અર્પણ કરવા આજરોજ તારીખ ૦૩/૦૪/૨૦૨૨ ના સવારે ૯ઃ૦૦ થી બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા સુધી આયુષ હોસ્પિટલ દ્વારા સતત બીજા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં મુખ્ય મહેમાન કનુભાઇ દેસાઇ કેબિનેટ મંત્રી (નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ), અતિથિ વિશેષ સ્વામિનારાયણ સંકુલ ના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામી અને યુપીએલ ગ્રુપના શાંદ્રાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા.
રક્તદાન નો સંકલ્પ સિદ્ધ કરવા વાપીના ઉદ્યોગપતિઓ, વેપારીગણ તથા વાપી વિસ્તારના મોટાભાગના ડૉક્ટરો હાજર રહ્યા હતા.
સ્વાગત સમારંભમાં ડો. આશિષ દેવે સર્વે આમંત્રિતોને ભાવ સભર આવકાર આપ્યો હતો અને દેવ ફાઉન્ડેશન વિશે સર્વેને વાકેફ કર્યા હતા. ત્યારબાદ કપિલ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા તથા શાંદ્રાબેન શ્રોફે દેવ પરિવારને સમાજ સેવા બદલ આવકાર્યા હતા.
લોકલાડીલા મંત્રી કનુભાઇ દેસાઇએ આ ઉમદા કાર્ય બદલ દેવ પરિવારને શુભેચ્છા પાઠવી હતી.
આભારવિધિ માં ડો. અમિત દેવે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે નામી તથા અનામી સ્નેહીઓનો આભાર માન્યો હતો. આ રક્તદાન શિબિરમાં કુલ ૧૨૦ યુનિટ બ્લડ એકત્રીત કરાયું હતું.