Western Times News

Gujarati News

સ્‍વ.મોરારજી દેસાઇના જન્‍મદિવસ અવસરે ભદેલી ખાતે પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરશે વિજયભાઇ રૂપાણી

વલસાડઃ તા.૧૯ વલસાડ તાલુકાના ભદેલી ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.મોરારજી દેસાઇના જન્‍મ દિને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમના જન્‍મસ્‍થળ ભદેલી ગામની મુલાકાતે આવનાર છે. મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સ્‍વ.મોરારજીભાઇ દેસાઇની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ તેમજ કોમ્‍યુનીટિ હોલનું લોકાર્પણ કરાશે.


આ કાર્યક્રમની સાથે જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણનું આયોજન કરાયું છે.  આ કાર્યક્રમના સમગ્રતયા આયોજન માટે વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોને કરવાની થતી કામગીરીની સોંપણી કરી દરેક અધિકારીઓને તે કામગીરી ચીવટતાપૂર્વક કરવા જણાવ્‍યું હતું.

બેઠક બાદ કલેક્‍ટરે કાર્યક્રમ સ્‍થળ ભદેલી ગામની મુલાકાત લઇ મુખ્‍યમંત્રીશ્રીની મુલાકાતના સ્‍થળોએ જરૂરી વ્‍યવસ્‍થા કરવા જરૂરી સૂચનો કર્યાં હતાં. આ મુલાકાત વેળાએ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, પ્રાંત અધિકારી બાગુલ, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, ભદેલી સરપંચ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, જી.ઇ.બી., મામલતદાર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.