હંસલ મહેતાએ ૧૭ વર્ષથી પાર્ટનર સફીના હુસૈન સાથે લગ્ન કર્યા
મુંબઈ,ફિલ્મ સર્જક હંસલ મહેતાએ તેમનાં ૧૭ વર્ષથી પાર્ટનર સફીના હુસૈન સાથે હવે લગ્ન કરી લીધાં છે. બુધવારે સવારે સાવ અચાનક કોઈ આયોજન વિના જ અંગત લોકોની હાજરીમાં તેમણે એક સાદો લગ્ન પ્રસંગ પાર પાડ્યો હતો.
હંસલ મહેતાએ ખુદ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, ૧૭ વર્ષની પાર્ટનરશીપ, બે સંતાનો અને અમારાં પોતપોતાનાં સપનાંઓને સાકાર કર્યા બાદ અમે હવે લગ્નગ્રંથિથી જાેડાયાં છીએ. જિંદગીની જેમ જ આ પ્રસંગ પણ તદ્દન અનાયાસે અને કોઈ આયોજન વગર જ યોજાયો હતો.
અમે એકબીજાને ખરા કોલ આપ્યા છે પરંતુ આમ તો આ પ્રસંગને બાદ કરતાં તે બોલવાની ક્યારેય જરૂર પડી નથી. આ નાનકડા સમારોહની તસવીરોમાં હંસલ બ્રાઉન બ્લેઝર અને ટી શર્ટમાં સજ્જ દેખાય છે. સફીનાએ ગુલાબી સલવાર સૂટ ધારણ કર્યો છે. એક તસવીરમાં આ યુગલ લગ્નના દસ્તાવેજ પર સહી કરી રહેલું જણાય છે.
હંસલ મહેતાએ આ પોસ્ટ શેર કરતાં બોલિવુડમાંથી અભિનંદનોનો વરસાદ શરૂ થયો હતો. વિશાલ ભારદ્વાજ, રાજ કુમાર રાવ, અનુભવ સિંહા, મનોજ બાજપેયી, શેફ રણવીર બ્રાર સહિતની સેલિબ્રિટીઓએ યુગલને અભિનંદન અને શુભકામના પાઠવ્યાં હતાં.
હંસલ મહેતાની સીરીઝ સ્કેમ અને મોડર્ન લવ મુંબઈના એક્ટર પ્રતીક ગાંધીએ લખ્યું હતું કે આ બહુ પ્રેરણાદાયી તો છે પરંતુ તેનાથી મારા પર દબાણ પણ આવ્યું છે. મારી પત્ની અત્યારથી મારી તરફ કરડી નજરે જાેઈ રહી છે
હંસલ અને સફીનાને બે પુત્રીઓ છે. તેમને અગાઉનાં લગ્નથી બે પુત્રો પણ છે. ભૂતકાળમાં હંસલ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર સફીનાનો પોતાની પત્ની તરીકે ઉલ્લેખ કરી ચૂક્યા છે.હંસલ મહેતા હાલ સ્ટેમ્પ પેપર કૌભાંડી અબ્દુલ કરીમ તેલગીનાં પર આધારિત સ્કેમ સિરીઝની બીજી સિઝનના નિર્માણમાં વ્યસ્ત છે.ss2kp