Western Times News

Gujarati News

હક જતો કરવાના દીકરીના સંમતિપત્ર છતાં મિલકતમાં ભાગ મળે કે નહીં ?

File

સંમતિપત્રકના આધારે દીકરીનો હક રદ થાય કે નહીં તેની સત્તા સિવિલ કોર્ટનેઃ હાઈકોર્ટ

અમદાવાદ, સંબંધિત સત્તાધીશ સમક્ષ નોધાયેલા હોય નહી તેવા સંમતિ આપતા સોગંદનામાના આધારે પિતાની મિલકતમાંથી વારસાગત જમીનમાંથી દીકરીના હકને રદબાતલ કરી ન શકાય તેવા હાઈકોર્ટના સિગલ જજના આદેશને હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે રદ કરી દીધો છે. ખંડપીઠનું અવલોકન છે કે, સંમતિપત્રક નોધાયેલું છે કે નહી તે મુદો રેવન્યુ રેકોર્ડની નોધની પ્રક્રિયા દરમ્યાન નકકી થઈ શકે નહી.

આ નિર્ણય લેવાની સત્તા સીવીલ કોર્ટ પાસે રહેલી છે. કે હાઈકોર્ટમાં કૌટુંબીક રીતે સમાધાન થયેલું હોય તે સંજાેગોમાં નોધણી કરાવવાની જરૂર નથી. દીકરીનું સંમતિપત્રક નોધાયેલું છે, કે નહી તે રેવન્યુ રેકર્ડ નોધાવવાની પ્રક્રિયા દરમ્યાન નકકી થઈ શકે નહી.

આ કેસમાં ભાવનગર જીલ્લાના સિહોર તાલુકામાં બે બહેનોએ સંમતિપત્રક આપેલું કે તે પિતાની વારસાઈ મિલકતમાંથી હક જતો કરે છે. વર્ષ ર૦૧૦માં પિતાનું નિધન થયા બાદ બહેનોના સોગંદનામાના આધારે વારસાગત જમીનને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરાયેલી અને વર્ષ ર૦૧૬માં આ જમીન તેમના ત્રણ ભાઈઓના નામે ટ્રાન્સફર કરાઈ હતી.

જેની સામે એક બહેને ડેપ્યુટી કલેકટર, જીલ્લા કલેકટર અને પછી સ્પેશીયલ સેક્રેટરી રેવન્યુ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજુઆત કરેલી કે, તેમના દ્વારા કરાયેલું સંમતિદર્શક સોગંદનામુ એ રજીસ્ટર્ડ દસ્તાવેજ નથી. જેથી તેના આધારે તેમને વારસાગત મિલકતમાંથી બાકાત રાખી શકાય નહી.

સત્તાધીશોએ આ રજુઆતને ફગાવી દીધી હતી. અને ત્રણેય ભાઈની તરફેણમાં હુકમ કર્યો હતો. જેની સામે બહેને હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરેલી. જાેકે બહેને પહેલા સિવીલકોર્ટમાં દાવો કરવો પડે અને ત્યાં પણ આ સમગ્ર મુદો સાબિત કરવો પડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.