હજયાત્રીઓને આજથી અમદાવાદ મ્યુનિ.કોર્પો.માં મફત રસી અપાશે
અમદાવાદ : હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબ મેનીન્જાઈટીસ, ઓરલ પોલીયોની રસી તેમજ સિઝનલ ઈન્ફલુએન્ઝાની રસી લેવી પડે છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરે ૧ર થી સાંજના પ વાગ્યા સુધીમાં (બપોરે ર થી ર.૩૦ના રીસેસ) આ રસીઓ વિનામૂલ્યે આપવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે ર૦૧૯ના વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્ય તથા અમદાવાદ શહેરમાંથી ઘણા યાત્રાળુઓ હજ માટે સાઉદી અરેબિયા જનાર છે.
આ હજ યાત્રાએ જનાર તમામ યાત્રાળુઓને સરકારની ગાઈડલાઈન મુજબ જરૂરી રસીઓ આપવાની થાય છે. હજ કમિટિ ઓફ ઈન્ડીયા દ્વારા બહાર પાડેલ વર્ષ ર૦૧૯ની હજ માટેની ગાઈડ લાઈન પ્રમાણે રસીકરણ માટે જણાવેલ જોગવાઈ મુજબ પસંદ થયેલા દરેકે હજ યાત્રીઓને મેનીન્જાઈટીસ અને ઓર પોલીયોની રસી લેવાની ફરજીયાત હોય છે અને સિઝનલ ઈન્ફલુએન્ઝાની રસી નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ અમુક યાત્રીઓને આપવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ રસીઓ વિના મૂલ્યે આપવામાં આવશે. આ રસીઓ આપવાની કામગીરી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરે ૧ર.૦૦ થી સાંજના પ.૦૦ વાગ્યા દરમ્યાન (રીસેસ ર.૦૦ થી ર.૩૦) મ્યુનિસિપલ કમ્પાઉન્ડ દવાખાનું, દાણાપીઠ ખાતે તા.૩-૭-૧૯ થી જાહેર રજાના દિવસો સિવાય આપવામં આવશે. જેની દરેક હજયાત્રીઓએ નોંધ લેવા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે.