હજારો લોકો ગુમ, સેંકડોના ગયા જીવ, વિકાસ કે બરબાદી ?
નવીદિલ્હી: કુદરતના પ્રકોપે યુરોપીય દેશોની સ્થિતિ ઘણી ખરાબ કરી દીધી છે. જર્મની અને બેલ્જિયમના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હજારથી વધુ લોકો ગુમ થઈ ચૂક્યા છે પરંતુ સ્થિતિ વધુ નાજુક થતી જઈ રહી છે. પાણીનુ સ્તર સતત વધી રહ્યુ છે. ભીષણ પૂરમાં મરનારની સંખ્યા સો થી વધુ થઈ ચૂકી છે અને હજારથી વધુ ગુમ લોકો વિશે કોઈ માહિતી નથી. જર્મની અને નેધરલેન્ડના ઘણા વિસ્તારોમાં કમ્યુનિકેશનના બધા સાધનો સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે જેના કારણે રાહત અને બચાવ કાર્ય ચલાવવુ ઘણુ મુશ્કેલ સાબિત થઈ રહ્યુ છે.
રિપોર્ટ મુજબ ભીષણ પૂરે જર્મનીમાં ભયાનક વિનાશ વેર્યો છે અને માત્ર જર્મનીમાં અત્યાર સુધી ૧૦૩ લોકોના મોત ભીષણ પૂરમાં થઈ ચૂક્યા છે જે છેલ્લા સો વર્ષોમાં સૌથી મોટી કુદરતી આફત છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જર્મનીના કોલોનના સિજિંગમાં રાતે અચાનક એક ગામમાં પાણી ઘૂસી ગકયુ અને પાણીના ઝડપી પ્રવાહના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે વહી ગયા અને ડઝનેક લોકોના મોત થઈ ગયા અને ડઝનેક લોકો ગુમ છે. રિપોર્ટ મુજબ મરનારની સંખ્યામાં ભારે વધારો થઈ શકે છે કારણકે સેંકડો ઘરો વહી જવાના સમાચાર છે. વળી, સ્થાનિક મીડિયાએ કહ્યુ છે કે બેલ્જિયનમાં પૂરના પાણીમાં વહી જવાથી ૧૪ લોકોના મોત થઈ ગયા છે.
જર્મની મીડિયાના જણાવ્યા મુજબ ભીષણ પૂરને જાેતા જર્મનીની સેનાને રાહત અને બચાવ કાર્યમાં લગાવી દેવામાં આવી છે અને લગભગ ૭૦૦થી વધુ જર્મન સૈનિકો સતત લોકોના જીવ બચાવી રહ્યા છે. વળી, પ્રશાસનને સૌથી મોટો ડર બંધોના તૂટવા માટે છે. વાસ્તવમાં જર્મની જેવા દેશોમાં વિકાસ કાર્યો માટે બહુ મોટાપાયે બંધોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે જેના કારણે પાણીને નીકળવા માટે રસ્તો જ બચ્યો નથી. પરંતુ હવે મુશ્કેલી એ છે કે ડઝનેક બંધોમાં પાણી સંપૂર્ણપણે ભરાઈ ગયા અને બંધો પર ખૂબ જ દબાણ થઈ રહ્યુ છે, એવામાં બંધો તૂટવાની શંકા સેવાઈ રહી છે. જાે બંધ તૂટી જશે તો જર્મનીમાં પ્રલય આવવો નક્કી છે. વળી, ગામોને જાેડતા બધા રસ્તાઓ પર પાણી ભરેલા છે અને મોટાભાગના ગામોનો શહેરો સાથે સંપર્ક તૂટી જવાનુ જાેખમ તોળાઈ રહ્યુ છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જર્મનીના લોકો સો વર્ષો બાદ આવો વિનાશ જાેઈ રહ્યા છે. ગઈ વખતે આવો વિનાશ પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આવ્યો હતો. પરંતુ આ વખતનો વિનાશ કુદરતી છે. વળી, વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે કુદરતનો વિનાશ હવે માનવોને ભારે પડી રહ્યો છે.
હવામાન વૈજ્ઞાનિકોએ યુરોપીય દેશોમાં આવેલ પૂર પાછળનુ કારણ જળવાયુ સંકટને ગણાવ્યુ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ કે વાતાવરણમાં જળવાયુ પરિવર્તનના કારણે વાતાવરણની જેટ સ્ટ્રીમમાં ફેરફાર આવ્યો છે અને તેના કારણે પૂર આવ્યુ છે. જે પાણી સમુદ્રમાં રહેતુ હતુ તે જેટ સ્ટ્રીમના કારણે ધરતી પણ આવી ગયુ છે.
વળી, વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે જાે જલ્દી જળવાયુ સંકટનુ સમાધાન કરવામાં ન આવ્યુ તો આવનારા વર્ષોમાં સ્થિતિ ભયાનક વિકરાળ બની જશે.