Western Times News

Gujarati News

હજીરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બે ભાઈ સહિત ૩નાં મોત

સુરત, સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત ત્રણને કાળ ભરખી ગયો. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ કાર અથડાતાં એમાં સવાર ૩ વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિને મહામેહનતે બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર કાર પડીકું વળી ગઈ હતી. ફાયર વિભાગની ટીમને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.

વિગતો મુજબ, મૂળ ઓડિશાનો અને છેલ્લાં ૧૫ વર્ષોથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો કવાસ પાટિયા નજીક અકસ્માત થયો હતો, જેમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું છે. જ્યારે ધો.૧૦માં અભ્યાસ કરતા ગૌતમ ગુણિયલ નામના બાળકનું પણ મોત નીપજ્યું છે અને બે વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ભયાનકતાનો એ વાત પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ફાયર વિભાગની ટીમને કારનું પતરું કટરથી કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.

મૃતક દિનેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન છે. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ટ્રક સાથે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.