હજી સુધી એક પણ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત નથી થયું
અમદાવાદ, જાે તમે આ દશેરાએ ઈલેક્ટ્રિક વાહન ખરીદીને શહેરને ગ્રીન બનાવવાનું વિચારી રહ્યા હો તો, થોડા સમય માટે તમારે આ વિચારને પડતો મૂકવો પડશે. શહેરમાં હજી સુધી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થવાના બાકી છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં ખાનગી ઈલેક્ટ્રિક વાહનો માટે વ્હીકલ ટેક્સ માફ કરવાની જાહેરાત વ્યવહારીક રીતે અશક્ય છે, જાે માત્ર થોડા જ ચાર્જિંગ સ્ટેશન આ વિચારને પૂર્ણ કરે. હમણાં માટે, એએમસી હજી પણ ત્રણ સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરી રહ્યું છે-જેમાં નવરંગપુરા મલ્ટિ-લેવલ પાર્કિંગ, કાંકરિયા કિડ્સ સિટી અને કાંકરિયા ગેટ નંબર-૨નો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકાને પહેલાથી જ આ ઉદ્દેશ માટે કેન્દ્ર સરકાર તરફથી બજેટ મળી ગયું છે. કેન્દ્રએ ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈન્ડિયા સ્કિમ ફેઝઆઈઆઈ હેઠળ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર એમ ત્રણ શહેરમાં ૨૭૮ ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપી છે. આમાંથી મોટાભાગના ચાર્જિંગ સ્ટેશન હજી સુધી શરૂ થયા નથી.
આ વર્ષના જૂન મહિનામાં ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ૨૦૨૧ની જાહેરાત કરતી વખતે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ૧૦ લાખ રૂપિયા સુધીના સેટ અપ માચે ૨૫ ટકા મૂડી સબસિડીની જાહેરાત કરી હતી.
જાે કે, શહેરમાં એક પણ સ્ટેશન બન્યું નથી. એએમસીના ઈલેક્ટ્રિક વિભાગે લગભગ એક વર્ષ પહેલા શહેરમાં ઘણી બધી સાઈટ શોધી હતી પરંતુ કામ હજી સુધી શરુ થયું નથી. આ વર્ષના માર્ચમાં, તત્કાલીન કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે હ્લછસ્ઈ૨ હેઠળ દેશમાં ચાર્જિંગ સ્ટેશનના સેટ અપ માટેનું લિસ્ટ આપ્યું હતું. લિસ્ટમાં હ્લછસ્ઈ૨ હેઠળ ૩૮૬ ચાર્જિંગ સ્ટેશન આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં ૯૪ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે અને ઝારખંડ જેવા નાના રાજ્યમાં ૨૪ ઈવી ચાર્જિંગ સ્ટેશન છે. લિસ્ટમાં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ‘અમે ખૂબ જલ્દી ઈવી ચાર્જિંગ સ્ટેશન શરુ કરીશું’, તેમ એએમસીના અધિકારીએ જણાવ્યું હતું.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ચાર્જિંગ માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહી હોય તો ઈવી વાહનો માટે સબસિડી તેમજ ટેક્સમાં છૂટછાટ આપવાથી કોઈ ફરક પડશે નહીં. કોઈ પણ વાહન ટેકનોલોજી ટ્રાન્ફર માટે, સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ટર મહત્વપૂર્ણ હોય છે. ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્ટ્રીટ ડિઝાઈનનો ભાગ બનવો જાેઈએ. પુણેએ તેની સ્ટ્રીટ ડિઝાઈન ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. અમદાવાદે પણ આવી સિસ્ટમનું પાલન કરવુ જાેઈએ’, તેમ ઝ્રઈઁ્ યુનિવર્સિટીના અસોસિએટ પ્રોફેસર રુતુલ જાેશીએ જણાવ્યું હતું.SSS