Western Times News

Gujarati News

હજુ જૈફ બેજાસ દુનિયાના સૌથી ધનાઢ્ય છે

નવી દિલ્હી :  છેલ્લા સાત વર્ષના ગાળામાં પ્રથમ વખત અમીરોના મામલામાં નવો રેકોર્ડ સર્જાયો છે. બિલ ગેટ્‌સ પ્રથમ વખત યાદીમાં પાછળ રહી ગયા છે. સૌથી અમીર લોકોની યાદીમાં બિલ ગેટ્‌સ ત્રીજા સ્થાને પહોંચ્યા છે જ્યારે જેટ બેજાસ ૧૨૫ અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ વખત બિલ ગેટ્‌સ બે નંબરથી નીચે પહોંચ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં આગળ આવેલા બર્નાર્ડ અર્નાલ્ટ બીજા સ્થાને પહોંચી ગયા છે. તેમની સંપત્તિ ૧૦૮ અબજ ડોલર નોંધાઈ છે જ્યારે બિલ ગેટ્‌સ ૧૦૭ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.


વારેન બફેટ ચોથા સ્થાને છે. મંગળવારના દિવસે બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં બિલ ગેટ્‌સ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. યાદીમાં સામેલ રહેલા અબજાપતિમાં ભારતના મુકેશ અંબાણી ૧૩માં સ્થાને પહોંચી ગયા છે. અર્નાલ્ટની લકઝરી ગુડ્‌ઝ કંપનીના ચેરમેન અને સીઈઓ છે અને ફ્રાંસમાં રહે છે. તેમની સંપત્તિ ૧૦૭.૬ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્‌સની સંપત્તિ કરતા તેમની સંપત્તિ ૨૦૦ મિલિયન ડોલર વધારે છે.

બ્લુમબર્ગના અહેવાલ મુજબ અર્નાલ્ટ એકલા જ વર્ષ ૨૦૧૯માં પોતાની નેટવર્ક સંપત્તિમાં ૩૯ અબજ ડોલરનો ઉમેરો કરી લીધો છે. ૫૦૦ અમીરોની યાદીમાં એકમાત્ર અર્નાલ્ટ જ છે જે આટલા ઓછા સમયમાં તેમની સંપત્તિમાં આટલો જંગી ઉમેરો કર્યો છે. ૭૦ વર્ષમાં અર્નાલ્ટ ગયા મહિને જ એક્ઝક્લુસીવ વેલ્થ ક્લબમાં સામેલ થયા હતા. ટોપ ૩માં એમેઝોનના સ્થાપક બેજાસ છે. બેજાસ હજુ પણ પ્રથમ ક્રમ પર અકબંધ રહ્યા છે.

ટોપ ત્રણના નેટવર્થને જાડવામાં આવે તો એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સની તમામ કંપનીઓની  માર્કેટ મૂડી કરતા પણ આ રકમ વધારે છે જેમાં વોલમાર્ટ, એક્સોન અને મોબિલ કોર્પ તેમજ વોલ્ટ ડિઝની સામેલ છે. અર્નાલ્ટ અને તેમના પરિવારે એપ્રિલ મહિનામાં ચર્ચના રિકન્સ્ટ્રક્શન માટે ૬૫૦ મિલિયન ડોલરની રકમ ગિરવે મુકી હતી. અર્નાલ્ટની પાસે જંગી સંપત્તિ રહેલી છે. બીજી બાજુ બિલ ગેટ્‌સે તેમની જંગી રકમ દાન આપી દીધી છે. બિલ ગેટ્‌સે તેમની રકમ દાનમાં આપી ન હોત તો પ્રથમ સ્થાને રહ્યા હોત


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.