હજુ તમામ બેરોજગારોને કામ મળી શકશે નહીં: મોહન ભાગવત
કાનપુર, કાનપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પદાધિકારીઓની બે દિવસીય બેઠકના પહેલા દિવસે સંધના સરસંધચાલક ડો મોહન ભાગવતે પ્રવાસી મજદુરોને રોજગાર આપવા અને કિસાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હાલ વધુ કાર્ય કરવાને લઇ કેન્દ્ર અને પ્રદેશ તરફ ઇશારો. તેમણે ચિંતા વ્યકત કરી કે હજુ પણ આ દિશામાં કામ કરવાની જરૂરત છે તેમણે કહ્યું કે લોકડાઉનના કાલખંડનો પ્રભાવ હજુ પણ છે આવામાં પ્રવાસી મજદુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આપણે કામ કરવું પડશે.
શહેરી વિસ્તારોમાં શ્રમિકો માટે ગ્રામીણ વિસ્તારમાં કુસાનો માટે કાર્ય કરવાનું છે આત્મનિર્ભરતાનો ભાવ સમાજમાં ઉત્પન્ન કરવાનો છે. તેમણે કહ્યું કે પ્રવાસી મજદુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું કાનપુર પ્રાંતમાં સારૂ કામ થયું છે તેને વધુ વધારવાની આવશ્યકતા છે.તેમણે એ વાત પર ખુશી વ્યકત કરી કે લોકડાઉનમાં કાનપુર પ્રાંતમાં સ્વયંસેવકો તરફથી વ્યક્તિગત રીતે અનેક પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યા સંધ ઉપરાંત સમાજના અનેક સામાજિક સંગઠનો મઠ મંદિરો ગુરૂદ્વારાએ સેવા કાર્ય કર્યા.
સંધ પ્રમુખે કહ્યું કે કોરોના કાલખંડમાં એક ખુબ મોટી સજજન શક્તિ સમાજમાં ઉભરી સામે આવી છે.સંધના કાર્યકરોને એવી સજજન શક્તિથી સંપર્ક કરવો જાેઇએ સ્વયંસેવકોને આ સ્મરણ રહેવું જાેઇએ કે આપણે આ કાર્ય પ્રચાર માટે કર્યું નથી
આપણું કાર્ય આપણે સમાજ માટે આપણી જવાબદારી સમજીને કર્યું છે તેમણે કાનપુર પ્રાંતમાં સંસ્કાર ઉત્પન્ન કરવા માટે બુધ્ધ પૂર્ણિમા પર ઉપવાસ કુટુંબ પ્રબોધનની દ્ષ્ટિથી પરિવારજનનો એક સાથે ભોજન કાર્યક્રમ અને પ્રત્યેક પ્રકૃતિ પ્રેમી પરિવાર તરફથી પર્યાવરણની દ્ષ્ટિથી હવન કાર્યક્રમની પણ પ્રશંસા કરી સંધ પ્રમુખ અહીં ૧૨ સપ્ટેમ્બર સુધી રહેશે અને અલગ અલગ વિષયોને લઇ ચર્ચા કરશે.HS