હજુ પણ ૨૪ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે : હવામાન વિભાગ
અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ ૨૪ કલાક કોલ્ડવેવ સ્થિતિ રહેશે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં રવિવાર સુધી ઠંડીનું જાેર રહેશે.
જાે દેશની વાત કરીએ તો શ્રીનગરમાં તાપમાન -૫ ડીગ્રીની નીચે ઉતરી ગયું હતુ. જ્યારે ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ પણ શીતલહેરની ઝપેટમાં આવી ગયા છે. કચ્છ પંથકમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન ખાતાં દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે કચ્છના નલિયામાં ૪.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા સૌથી વધુ ઠંડી નોધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ ૨ ડિગ્રી જેટલો પારો ગગડતાં લઘુત્તમ તાપમાન ૬.૮ ડિગ્રી નોધાયુ હતુ,
જે છેલ્લા કેટલાક વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનુ અનુમાન હવામાન નિષ્ણાંતો લગાવી રહ્યાં
છે. આ સિવાય બનાસકાંઠાના ડીસામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ૭.૯ ડિગ્રી નોધાતાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાયો હતો.
અમદાવાદ શહેરમાં ગુરૂવારે એક ડિગ્રી જેટલો પારો ઉચકાતા શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોધાયુ હતુ. કચ્છ પંથકમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન ખાતાં દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુરૂવારે કચ્છના નલિયામાં ૪.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા સૌથી વધુ ઠંડી નોધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ ૨ ડિગ્રી જેટલો પારો ગગડતાં લઘુત્તમ તાપમાન ૬.૮ ડિગ્રી નોધાયુ હતુ,
જે છેલ્લા કેટલાક વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનુ અનુમાન હવામાન નિષ્ણાંતો લગાવી રહ્યાં છે. આ સિવાય બનાસકાંઠાના ડીસામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ૭.૯ ડિગ્રી નોધાતાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાયો હતો.