હજુ વધુ દેશોમાં ફેલાશે ઓમિક્રોન વેરિએન્ટઃ WHOનું ચોંકાવનારું નિવેદન

જિનિવા, કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિએન્ટનું જાેખમ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે આ વેરિએન્ટ ઓછામાં ઓછા ૨૩ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે અને તે અન્ય દેશોમાં પણ પ્રસરે તેવી પૂરેપૂરી આશંકા છે. ડબ્લ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયસસએ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ હજુ વધુ દેશમાં ફેલાશે.
કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ અચાનક દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અનેક હેલ્થ એક્સપર્ટ ઓમિક્રોનને ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક ગણાવ્યો છે. ઓમિક્રોનના કારણે દુનિયાના અનેક દેશોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસને મર્યાદિત કરી દીધો છે. કોવિડનો આ વેરિઅન્ટ વેક્સિન લગાવી ચૂકેલા લોકો વચ્ચે પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે તેનાથી સંક્રમણ વધવાનું ઉચ્ચ જાેખમ છે.
ડબ્લ્યુએચઓ પ્રમુખે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટ હજુ અનેક દેશોમાં ફેલાશે. ઓમિક્રોન વેરિઅન્ટે વૈશ્વિક રીતે ધ્યાન આકર્ષિત કર્યું છે. તમામ ૧૯૪ સભ્ય દેશ વેક્સિનેશનમાં ઝડપ લાવે. કેટલાક હેલ્થ એક્સપટ્ર્સે ઓમિક્રોન વેરિઅન્ટો ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધુ ઘાતક ગણાવ્યો છે.
કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટથી દુનિયાના કેટલાક દેશોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસને સીમિત કરી દીધો છે. કોવિડનો આ વેરિઅન્ટ વેક્સિન લીધેલા લોકો વચ્ચે પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે, આમાં સંક્રમણ વધવાનું સૌથી વધુ જાેખમ છે. ઓમિક્રોન વેરિઅન્ટ સાઉદી અરબમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ગલ્ફ દેશમાં આ પોતાની રીતે પહેલો કેસ છે.